બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં ખેડૂત સહાય મામલે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂત સહાયના મુદ્દે રાહ જોઈ બેઠેલા ખેડૂતોએ હવે વિરોધ પ્રદર્શન કર્યું છે. કોગ્રેસના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે તાકીદ કરી છે કે, જો ખેડૂત સહાય તાત્કાલિક ચૂકવવામાં નહીં આવે, તો તેઓ સુઈગામ પ્રાંત કચેરીને તાળું મારી દેશે''.
''સરકાર સહાય આપે તેમ વચન આપે છે, પણ...''
આંદોલનના ભાગરૂપે કોગ્રેસના આગેવાન ગુલાબસિંહ રાજપૂત સહિત હજારો ખેડૂતો સુઈગામ પ્રાંત કચેરીએ પહોંચી ગયા હતા. તેમની માંગ હતી કે છેલ્લા 25 દિવસથી ખેડૂતો જે સહાયની રાહ જોઈ રહ્યાં છે. ખેડૂતોએ કહ્યું કે, 'પાક નષ્ટ થયો છે, સરકાર સહાય આપે તેમ વચન આપે છે, પણ અમલમાં આવતું કશું નથી"
''...વળતર આપવામાં આવ્યું નથી''
ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે, 'આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે, ખેતીપાકથી લઈ ઘરવખરીનું કંઈ સરકાર તરફથી વળતર આપવામાં આવ્યું નથી, એક મહિનો જેટલો સમય થઈ ગયો છે, પરંતુ ખેડૂતોને કંઈ પણ વળતર મળ્યું નથી'.
''જરૂર લાગશે તો ભવિષ્યમાં પ્રાંત કચેરીની તાળાં બંધી...''
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે, ''અમારી માંગણીઓ અને અમારા કામો નહીં થાય તો આ અધિકારીઓ અને કચેરીનું કંઈ કામ જ નથી એટલે જો જરૂર લાગશે તો ભવિષ્યમાં પ્રાંત કચેરીની તાળાં બંધી પણ કરશું''