બનાસકાંઠાના ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 5ના અપક્ષ કોર્પોરેટરના પુત્ર ધવલ કેલાના નામના ખંડણી માંગતાનો છેલ્લા બે દિવસથી અલગ અલગ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યા છે, ત્યારે આ ઓડિયો ક્લિપને લઈને આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કોર્પોરેટરો મળીને ડીસા નાયબ કલેક્ટર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપી ધવલ કેલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
''તપાસ થવી જોઈએ''
આ સમગ્ર મામલે અપક્ષ ઉમેદવારના પુત્ર ધવલ કેલાએ પણ જણાવ્યું છે કે,' આ ઓડિયો ક્લિપ મારી નથી અને જો આ ઓડિયો ક્લિપ મારી છે તો મેં જેની પાસે પૈસા માગ્યા છે તે લોકોએ મારી ઉપર કાયદેસરની ફરિયાદ કરવી જોઈએ અને તપાસ થવી જોઈએ જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય'
ખંડણી માગવાનું ઓડિયો ક્લિપ વાયરલ
બનાસકાંઠાના ડીસા નગરપાલિકામાં વોર્ડ નંબર 5નાં અપક્ષ કોર્પોરેટર મધુબેન કેલાના પુત્ર ધવલ કેલાના નામે છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં ખંડણી માગતાના અલગ અલગ ઓડિયો ક્લિપો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેને પગલે શહેરમાં ખળખળાટ મચ્યો છે પહેલા વાયરલ ઓડિયો ક્લિપમાં કોન્ટ્રાક્ટર પાસે 20 લાખની ખંડણી માગવામાં આવી હતી તો બીજા ઓડિયો ક્લિપમાં દોઢથી બે લાખ ઉપરાંતની ખંડણી માગવાનું ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જો કે, જે ઓડિયોનું પૃષ્ઠી ઓફબીટ સ્ટોરીઝ કરતું નથી.
કાર્યવાહી માંગ કરાઈ
જોકે હવે મહત્વની વાત તો એ છે કે, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કોર્પોરેટર સાથે મળીને નાયબ કલેક્ટર અને ડીવાયએસપીને લેખિતમાં રજૂઆત કરી છે અને ધવલ કેલા વિરુદ્ધ કાયદેસરની કરવામાં આવે તેવી માંગ કરી છે