ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કેવો હવામાન રહેશે જેને લઈ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, '6 થી 8 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અગાઉ ઓમાન તરફ ફોર્મ થયેલું શક્તિ વાવાઝોડું હવે ગુજરાત તરફ આગળ વધી શકે છે, જોકે તેનું પ્રભાવ ગુજરાત પર ઓછું રહેશે એવું અનુમાન છે'.
ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 'આ વાવાઝોડું દરિયામાં સમાઈ શકે અથવા સૌરાષ્ટ્ર તરફ આવતા તેનો ગતિશીલતા ધીમી પડી શકે છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે અને બે દિવસ સુધી દરિયો તોફાની શકે છે, જેથી માછીમારો અને દરિયાકાંઠાના લોકો માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે'.
આ વિસ્તારોમાં વરસાદની આગાહી
તેમની આગાહી મુજબ આ વાવાઝોડાની અસરથી દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ જેવા વિસ્તારમાં હળવો થી મધ્યમ વરસાદ થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાંથી આવતો ભેજ અને પશ્ચિમ તટ પરથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમ તોફાની સ્થિતિ)ના કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, તેમજ બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. અહીં સુધી કે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારો પણ ભીની માટી અનુભવશે''.
દિવાળીના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે!
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18થી 30 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ફરીથી લોઅર પ્રેશર (નીચુ દબાણ) સિસ્ટમ સર્જાઈ શકે છે, જેનાથી આગામી સપ્તાહોમાં ફરી વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે. તેઓએ દિવાળી વિશે પણ ચિંતાજનક આગાહી કરી છે. દિવાળીના દિવસે વાદળછાયું વાતાવરણ અને પવન રહેવાની શક્યતા છે, જ્યારે બેસતા વર્ષની પર્વની રાત્રે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નવેમ્બર મહિના ની શરૂઆતમાં પણ ગુજરાતમાં માવઠાની શક્યતા છે.