Bharuch Dudhdhara Dairy : ભરૂચની જાણીતી દૂધધારા ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નવી નિમણૂકો કરવામાં આવી છે. ડેરીના ચેરમેન પદે ફરી એકવાર ઘનશ્યામ પટેલની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે સંજયકુમાર રાજ અને નર્મદાબેન વસાવાની નિમણૂંક કરવામાં આવી છે.
દૂધધારા ડેરીના ચેરમેન ફરી ઘનશ્યામ પટેલ
આ નિમણૂકમાં ચૂંટણી અધિકારી અને ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માનાણીની ઉપસ્થિતિમાં રહ્યાં હતા. મહત્વપૂર્ણ છે કે,દૂધધારા ડેરી રૂ. 900 કરોડના ટર્નઓવર ધરાવતી એક મોટી સહકારી સંસ્થા છે અને તેની જવાબદારી ફરી એકવાર ઘનશ્યામ પટેલના હાથમાં સોંપાઈ છે.
વાઇસ ચેરમેનપદને લઈ અટકળોનો અંત
ચૂંટણી પ્રક્રિયામાં ઘનશ્યામ પટેલ પેનલના 10, મહેશ વસાવા પેનલના 3 અને અરૂણસિંહ રાણા પેનલના 2 ઉમેદવારોને વિજય થયો હતો. અરૂણસિંહ રાણા પેનલમાંથી લડનાર પ્રકાશ દેસાઈ બિનહરીફ થયાં હતા, એમની પસંદગી વાઇસ ચેરમેનપદે થાય તેવી ચર્ચા પણ હતી, પરંતુ તેમને વાઈસ ચેરમેન બનાવ્યા નથી