વેરાવળ શહેરમાં મોડી રાતે એક દુઃખદ અને કરૂણ ઘટના બધાને હચમચાવી દીધા છે. શહેરના ખારવાવાડ વિસ્તારમાં આવેલું લગભગ 80 વર્ષ જૂનું અને જર્જરિત ત્રણ માળનું રહેણાંક મકાન અચાનક ધરાશાયી થયું હતું. આ દુર્ઘટના મધ્યરાત્રીએ બની હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા છે.
વેરાવળમાં કરૂણાંતિકા
કાટમાળના ઢગલામાં માતા-પુત્રી સહિત ત્રણ લોકો દબાઈ ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થાનિક બચાવ દળો અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા અને રાહત કામગીરી શરૂ કરી હતી. લાંબા પ્રયાસો બાદ ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે આ ઘટનામાં અન્ય બે લોકોને જીવ બચાવી લેવામાં આવ્યા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, મકાન બહુ જૂનું અને જર્જરિત હતું, અને ઘણી વાર નોટિસ આપ્યા છતાં તેને ખાલી કરવામાં ન આવ્યું હતું.
મૃતકોના નામ
દેવકીબેન શંકરભાઈ સૂયાની (માતા)
જશોદાબેન શંકરભાઈ સૂયાની (પુત્રી)
દિનેશ પ્રેમજી જુંગી (ઉંમર: 34 વર્ષ)
આબાદ બચાવ થયેલા વ્યક્તિઓ
શંકરભાઈ સૂયાની
એક અન્ય મહિલા