દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પરિવારના ત્રણ સભ્યોએ એકસાથે જીવ ટૂંકાવી લીધો છે. આ સમગ્ર ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પ્રસર્યો છે.
ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત
મળતી માહિતી મુજબ કલ્યાણપુરના મેરામણ ચેતરીયા પરિવારના મોભી કરસન ચેતરીયાએ કોઈ અજાણ્યા કારણસર પોતાના બે સંતાનોને ઝેર પીવડાવ્યું અને ત્યારપછી પોતે પણ ઝેર પીધું હતું. આ ઘટનામાં કરસનભાઈ તથા તેમના બંને નાનાં બાળકોના દુઃખદ મોત થયા છે.
પંથકમાં શોકનો માહોલ
આકસ્મિક રીતે ત્રણ વ્યક્તિઓના મોત થતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. લોકો આ ઘટનાથી અત્યંત વિચલિત છે. હાલમાં આપઘાત પાછળનું સાચું કારણ અકબંધ છે. પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પરિવારની પૃષ્ઠભૂમિ, આર્થિક સ્થિતિ અને માનસિક દબાણ જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
મૃતકોના નામ
મેરામણ કરશન ચેતરિયા (પિતા)
માધવ મેરામણ ચેતરિયા (પુત્ર)
ખુશી મેરામણ ચેતરિયા (પુત્રી)