ગઈ કાલે અમદાવાદના S.G. HighWay ખાતે આવેલ SGVP સંસ્થા દ્વારા શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શરદોત્સવમાં ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. ત્યારે ભાજપના હાલમાં બનેલા પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી હતી. SGVP સંસ્થા દ્વારા શરદોત્સવ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે જગદીશ વિશ્વકર્મા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે આ પ્રસંગે SGVPના સંત અને ઘણા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હર્ષદ પટેલ, કૌશિકભાઈ વેકરીયાનો સમાવેશ થાય છે.
