મધ્યપ્રદેશમાં થયેલી એક ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કથિત રીતે કફ સીરપ પીવાથી 16 બાળકોના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર દેશમાં ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ કફ સીરપ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી રોડ પર આવેલી શેપ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવવામાં આવી હોઈ શકે. મધ્યપ્રદેશમાં કફ સીરપને પીધા બાદ બાળકોના દુઃખદ થયાની વિગતો સામે આવી છે.
કફ સીરપના નમૂનાઓ લેવામાં આવ્યા
ઘટનાને ગંભીરતાથી લઈ દિલ્હીથી આવી પહોચેલી સેન્ટ્રલ ટીમે કંપની ખાતે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન કફ સીરપના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા પછી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કંપનીના મેનેજરે શું કહ્યું?
કંપનીના એચ.આર. મેનેજરે મીડિયા સમક્ષ જણાવ્યું કે, “અમે તમામ નિયમોનું પાલન કરીએ છીએ, અમે પણ અમારી સિરપના નમૂના ટેસ્ટ માટે મુકયા છે તેમજ દિલ્હીથી આવેલી ટીમે સિરપના નમૂના તપાસ માટે લીધા છે''.