વડોદરામાં યોજાયેલા ગુજરાત શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિકાસ સપ્તાહના કાર્યક્રમ દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. તરસાલી ITIમાં ફરજ બજાવતા આચાર્ય તેજશભાઈ દરજીનું કાર્યક્રમ દરમિયાન તબિયત લથડી જવાથી અવસાન થયું છે, જેને લઈ સમગ્ર શિક્ષણ અને કૌશલ્ય વિભાગમાં શોકની લાગણી ફેલાઈ છે.
તબિયત લથડી, ખેંચ આવી, અને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
વિગતો મુજબ, શહેરના પંડિત દિનદયાળ ઓડિટોરીયમ ખાતે યોજાયેલા યુવા રોજગાર કૌશલ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આવેલા તેજશભાઈને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અચાનક તબિયત લથડી ગઈ હતી. તેઓ ફિઝિકલ હેન્ડીકેપ્ટ હતા અને ખેંચ આવી જતાં તાત્કાલિક નીચે પડી ગયા હતા. તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું.
હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં હતા હાજર
આ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સ્થાનિક ધારાસભ્યો, રાજકીય અગ્રણીઓ અને શાસકીય અધિકારીઓ ઉપસ્થિત હતા. આચાર્ય તેજશભાઈ દરજી પણ તેમનાં વિદ્યાર્થીઓ માટે સમર્પિત ભાવથી હાજર રહ્યા હતા, પણ આવા શોકમગ્ન અંતે તેમના પ્રાણો છૂટી ગયા. વડોદરા યોજાયેલ ગુજરાત શ્રમ કૈશલ્ય વિકાસ અને રોજગાર વિકાસ સપ્તાહના કાર્યક્રમ માં ITIના આચાર્યા તેજશ ભાઈની તબિયત લથડી આવી હતી ખેંચ જે બાદ પડી ગયા હતા ટૂંકી સારવાર દરમિયાન થયું મોત છે.