રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપનાને 12-13 વર્ષ વીતી ગયા બાદ ગુજરાતમાં પ્રથમ શાખા શરૂ થઈ હતી. એમ.એસ યુનિવર્સિટી ત્યારે બરોડો કોલેજના નામે ઓળખાતી હતી. એ વખતે નાગપુરથી એક વિદ્યાર્થી ત્યાં ભણવા આવ્યો. એનું નામ હતું - ગોપાલરાવ ઝીંઝર્ડે. આ ગોપાલરાવ હેડગેવારની વિચારધારાથી ખૂબ પ્રભાવિત હતો અને સંઘનો સક્રિય સ્વયં સેવક હતો. તેણે જોયું કે વડોદરામાં આવા એક સંગઠનની જરૂર છે. તેણે થોડા યુવાનોને એકઠા કરીને ગોખરુ મેદાનમાં પ્રથમ શાખા શરૂ કરી હતી. એ સાથે જ ગુજરાતમાં સંઘની પ્રવૃત્તિનો પ્રારંભ થયો હતો. પછીથી રાવપુરામાં પણ શાખા શરૂ થઈ હતી.
ગુજરાતમાં પ્રથમ શાખા વડોદરામાં શરૂ થઈ
વડોદરામાં સંઘની પ્રવૃત્તિ ધીમે ધીમે વિસ્તરી હતી. યુવાનો સંઘની વિવિધ એક્ટિવિટીમાં જોડાવાનું પસંદ કરવા લાગ્યા હતા. તે પછીના વર્ષોમાં લિંબડી, રાજકોટ અને અમદાવાદમાં શાખાઓ શરૂ થઈ હતી. લિંબડીમાં 1940માં શાખા શરૂ થઈ હતી, તો રાજકોટમાં 1942 માં પંચનાથ મહાદેવની આસપાસની ખાલી જગ્યામાં શાખા લાગવા માંડી હતી. અમદાવાદના ભદ્ર વિસ્તારમાં 1940 આસપાસ શાખા લાગવા માંડી હશે એવો અંદાજ છે. 1943માં અમદાવાદમાં તાલીમ શિબિર યોજાઈ હોવાનું ઈતિહાસમાં નોંધાયું છે.
1929ના રોજ તેમનું નામ સરસંઘચાલક...
પાપ્ત વિગતો મુજબ છેલ્લા 100 વર્ષોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના છ સરસંઘચાલક, અથવા વડાઓમાંથી દરેકે વિવિધ મુદ્દાઓને સંબોધવા માટે સંગઠનના અભિગમમાં ફેરફાર કર્યો છે અને બદલાતા સમય સાથે તાલમેલ રાખવાનો પ્રયાસ કર્યો છે. હેડગેવારે 1925માં RSS ની સ્થાપના કરી હોવા છતાં, ચાર વર્ષ પછી, 10 નવેમ્બર, 1929ના રોજ તેમનું નામ સરસંઘચાલક તરીકે જાહેર કરવામાં આવ્યું. ડૉ. હેડગેવાર, જે અગાઉ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા, તેમણે પોતાનો સ્વતંત્ર માર્ગ નક્કી કરતા પહેલા 1920માં નાગપુરમાં કોંગ્રેસ સંમેલનમાં હાજરી આપી હતી.