રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના સચિવની અખબારી યાદી અનુસાર રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરે અમદાવાદ જિલ્લાની ધોળકા, બારેજા અને વિરમગામ નગરપાલિકાઓની આગામી સામાન્ય ચૂંટણી માટે બેઠકોની (અનામત બેઠકો સહિત) વારાફરતી ફાળવણી અંગેના આદેશ 29મી સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવ્યા છે.
