ગુજરાત ATSએ વર્ષ 2023માં શહેરના સોની બજારમાં કામ કરતા ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા. જેમાં આરોપી અમન મલિક, અબ્દુલ શેખ, શફનવાઝ શાહીદ સહિતના વ્યક્તિઓ છ મહિના જેટલા સમયથી રોજકોટમાં સોની બજારમાં કામ કરી રહ્યા હતા. જે આતંકીઓને કોર્ટે સજા ફટકારી છે. જે આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આ લોકોને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
અલ-કાયદાનો પ્રચાર ફેલાવવાનો આરોપ હતો
ઉલ્લેખનીય કે, આ આરોપીઓ પર અલ-કાયદાનો પ્રચાર ફેલાવવાનો અને અન્ય મુસ્લિમ કર્મચારીઓને કટ્ટરપંથી બનાવવાનો આરોપ હતો. નોંધનીય છે કે, આરોપીઓ રાહ - એ - હિદાયત નામના ગ્રુપ સાથે જોડાયલા હતા અને તેઓ લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. આ લોકો કશ્મીરીઓ માટે સરકાર વિરુદ્ધ સામાન્ય જનતાને ભડકાવવા હથિયારો અને કુરાનની હિદાયતો આપતા હતા. ત્રણેય શખ્સો અલકાયદા તઝીમનો પ્રચાર કરતા હતા.
અલ-કાયદાના ગ્રુપના હેડ અબુ તલ્હાના સંપર્કમાં હતા
આ ત્રણેય શખ્સો મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે. આ આતંકીઓના નામ અમન મલિક, અબ્દુલ શેખ, શફનવાઝ શાહીદ છે. એટીએસને પૂછપરછમાં આ લોકોની મોડસ ઓપરન્ડી જાણવા મળી હતી. એટીએસને જાણવા હતું કે, અમન છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ટેલિગ્રામ અને કન્વરસેશન એપથી બાંગ્લાદેશમાં રહેલા અલ-કાયદાના ગ્રુપના હેડ અબુ તલ્હા અને કુરશાન નામ ધરાવતા હેન્ડલરના સંપર્કમાં હતો. તેની પ્રેરણાથી અલ-કાયદામાં જોડાયો હતો. બંને મેસેજીંગ એપની મદદથી તેણે રેડીકલ સાહિત્ય અને વીડિયો પણ મેળવ્યા હતાં.