Gandhinagar Police woman Case : ગાંધીનગર નજીક આવેલા પાઠયપુસ્તક એપાર્ટમેન્ટમાંથી મહિલા પોલીસ કર્મચારીનો મૃતદેહ મળ્યો હતો. મૃત મહિલા પોલીસ કર્મચારી અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા. જે સમગ્ર ઘટનાના પગલે ગાંધીનગર LCB ની ટીમે ગાંધીનગર સેક્ટર-24 ખાતેથી મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યાના આરોપીને ગણતરીના કલાકમાં રાઉન્ડઅપ કર્યો છે.
મહિલા કોન્સ્ટેબલ તેમના ભાઈ-ભાભી સાથે રહેતા હતા
મૃતક મહિલા પોલીસ કર્મી સેક્ટર-24માં પાઠ્યપુસ્તક મંડળના ક્વાર્ટર્સ, બ્લોક નં.752, મકાન નં.5 માં તેમના ભાઇના ઘરમાં રહેતા હતાં. જ્યાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે અનુસંધાને તપાસ કરતા મરણજનાર શાહીબાગ હેડક્વાટર અમદાવાદ ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને ગાંધીનગર સેક્ટર-24 ખાતે તેમના ભાઇ-ભાભી સાથે રહેતા હતા.
આરોપી અને મૃતક વચ્ચે પ્રેમ સંબંધ હતો
SP રવી તેજા વાસમ સેઠ્ઠીએ કહ્યું કે, 'ગઈકાલે સે.24 માં રહેતા રિકલનું મોત થયું હતું, ગાંધીનગર પોલીસે અમરેલી પોલીસની મદદથી આરોપી મોહનની ધરપકડ કરી છે. રિંકલ વણઝારા અને આરોપી મોહન પારઘી વચ્ચે પ્રેમ સંબંધ હતો. રીંકલ અને મોહન કોલેજ સમય થી ઓળખતા હતા અને બન્ને વચ્ચે પ્રેમ હતો. રીકલ મેરેજ કરવા માટે દબાણ કરતી હતી. આરોપી મોહન ગાંધીનગર આવી રીકલનું ગળું દબાવી હત્યા કરી હતી. મોહન સિરામિક કંપનીમાં નોકરી કરે છે. PM કર્યા પછી વધારે ખબર પડશે કે શારીરિક સંબંધ બાંધ્યો છે કે નહીં. આરોપી મોહનના મેરેજ થયેલા છે અને તેમને 1 બાળકી પણ છે'
આરોપીને રાઉન્ડઅપ કર્યો
તપાસ દરમિયાન મહિલા પોલીસ કર્મની હત્યા કરાઇ હોવાનુ જણાઇ આવતા તે દિશામાં તપાસ કરતા તેમના નજીકના વ્યક્તિએ આ હત્યાને અંજામ આપ્યું હોવાનુ જણાતા તુરંત આરોપીને ગાંધીનગર એલ.સી.બી. દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે અને આ બનાવની વધુ વિગત વધુ તપાસ કરાશે
ગાંધીનગરમાં મહિલા પોલીસ કર્મચારીનો મૃતદેહ મળ્યો હતો
અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા LRD મહિલા કોન્સ્ટેબલનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળતા ગાંધીનગર શહેર પોલીસ અને એલસીબી (LCB)ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. સૂત્રો પાપ્ત વિગતોમાં ચોંકાવનારી બાબત એ હતી કે મહિલાનો મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો હતો, જેને લઈને કેસને લઈને અનેક શંકાઓ ઊભી થઈ છે. ઘટનાની ગંભીરતા જોઇને જિલ્લાના એસપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર તપાસ હાથ ધરી હતી.
કઈ રીતે ઘટના બહાર આવી ?
મહિલા પોલીસ કોન્સ્ટેબલના ભાઈ સતત તેઓને કોલ કરવા છતાં કોલ રીસીવ નહીં કરતા ભાઈએ ઘરની સામે રહેતા પાડોશીને ઘરે તપાસ કરવા મોકલ્યા હતા. પાડોશી ઘરે પહોંચ્યા બાદ સમગ્ર ઘટના ઉજાગર થઇ હતી.