ગાંધીનગરના કલોલમાં આવેલા છત્રાલ ગામ ખાતે રહેતી એક દિકરી ઉ.વ 15 વર્ષ 08 મહિના 26 દિવસનીને કોઈ અજાણ્યો ઈસમએ કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ ગુનો કર્યા ફરિયાદી નોંધાઈ હતી. જે મામલે પોલીસ આરોપીને દબોચી લીધો છે.
સગીર વયની દીકરીને આરોપી ભગાડી ગયો હતો
સગીર વયની દકરી ગુમ થવા બાબતે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે ગુમ થનાર દીકરીના પાડોશમાં રહેતો રફીકઅલી રોશનઅલી દરગાહી સગીરવયની દિકરીને પોતાની સાથે લઈને ભાગી ગયાનું સામે આવ્યું હતું. જેથી આ બાબતે શંકાસ્પદ છોકરાની છત્રાલ ગામમા તપાસ કરતા કરાવતા જાણવા મળ્યું કે તે છેલ્લા અઢી વર્ષથી છત્રાલ ગામમાં રહેવા માટે પોતાના માતા પિતા સાથે આવ્યો હતો અને ભંગારના ગોડાઉનમા કામ કાજ કરતો હતો. જેથી ભંગારના ગોડાઉન માલિકની પુછપરછ કરતા તેની કોઈ વિશેષ માહિતી મળી આવી ન હતી પરંતુ તેનો મોબાઈલ નંબર મળી આવ્યું હતું જે ફોન તે ચાલુ -બંધ કરતો રહેતો હતો.
પોલીસે લોકેશન સ્થળે પહોંચતા આરોપી નાસી છૂટ્યો હતો
પોલીસે જે આરોપીનો મોબાઈલ નંબર પરથી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સના સહારે આરોપીનુ લોકેશન ટ્રેસ કરતા આરોપી ભોગ બનનાર સાથે ભિવંડી, મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે હોવાનું જણાવા મળ્યું હતું. જેથી પોલીસ લોકેશન વાળી જગ્યાએ તપાસમાં ટીમ આરોપીના લોકેશન પર પહોચતાં આરોપીએ પોતાનુ લોકેશન બદલીને અલગ અલગ જગ્યાએ નાસીક તેમજ નાગપુર ખાતે ભોગ બનનારને લઈને ભાગી ગયો હતો.
2200 કિ.મી જેટલુ અંતર કાપી પોલીસે આરોપીને દબોચ્યો
હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સના સહારે આરોપીનો પીછો કરતા આરોપી ઉતરપ્રદેશ - સુલતાનપુર ખાતે જતો હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તપાસમા ગયેલ ટીમ દ્રારા સતત 2200 કિ.મી જેટલુ અંતર કાપી તેનો પીછો કરવામાં આવ્યો ઉત્તરપ્રદેશ રાજયના સુલતાનપુર જિલ્લાના પોલીસ મદદથી આરોપીને બરવારીપુર, થાના કાદીપુર જી.સુલતાનપુર, રાજય ઉત્તરપ્રદેશ ખાતેથી દબોચી લીધો હતો.