રાજકોટની એક નામાંકિત શાળા ગણાતી ધોળકિયા સ્કૂલ વિવાદમાં આવી છે. શાળાથી સંકળાયેલી ગંભીર ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, ધોળકિયા સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ ગુમ થયા છે, જેને લઈને ભય અને ચિંતાનું માહોલ સર્જાયો છે.
શાળા સંચાલકો ફરાર!
વિદ્યાર્થીઓ ગુમ થતાં વાલીઓમાં ખળભળાટ મચી ગયો છે અને તેમને શાળા સંચાલકો પાસેથી સંતોષકારક જવાબ પણ મળ્યો નથી. વધુ ચોંકાવનારી વાત એ છે કે, ઘટનાની જાણકારી સામે આવતાં શાળાના સંચાલકો ફરાર થઈ ગયા છે, જે રીતે શાળા તંત્રની જવાબદારીથી પલાયન હોવાનું લાગી રહ્યું છે.
પોલીસે તપાસ હાથ ધરી
આ સમગ્ર મામલો હવે ગંભીર રૂપ લેતાં તાલુકા પોલીસ મથકે પહોંચ્યો છે, જ્યાં ગુમ થયેલા વિદ્યાર્થીઓ અને શાળા સંચાલનના જવાબદાર લોકો અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી શકે છે. પોલીસે ગુમ થયેલા વિદ્યાર્થીઓ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.