સાબરકાંઠા જિલ્લામાં પોન્ઝી સ્કીમોનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક પોન્ઝી સ્કીમો સામે ફરિયાદ નોંધાઈ રહી છે, ત્યારે તાજેતરમાં જ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધ બીગબુલ ફેમિલી નામની પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા અલગ અલગ 36 જેટલા રોકાણકારોના નિવેદનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
6 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી
રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ કરતા ઊંચું વ્યાજ આપવાની લોભામણી જાહેરાતો કરી રોકાણકારો પાસે મસ મોટું રોકાણ કરાવ્યું હતું અને બાદમાં સંચાલકો દ્વારા રોકાણકારોને મૂડી અથવા વળતર ન ચૂકવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા છ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જે પૈકીના બે આરોપીની પોલીસે દ્વારા ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
1 કરોડ 44 લાખ રૂપિયા જેટલું રોકાણ પર ફુલેકું ફેરવ્યું!
હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીપીઆઇડી એકટની કલમ સાથે છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. અલગ અલગ 36 જેટલા રોકાણકારોએ નિવેદનો નોંધી ફરિયાદ નોંધાઈ હતી. અલગ અલગ 36 જેટલા રોકાણકારોની 1 કરોડ 44 લાખ રૂપિયા જેટલું રોકાણ હોવાનું સામે આવ્યું હતું. જો કે હજુ પણ અનેક રોકાણકારો સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે




















