ગાંધીનગરના અડાલજ પાસેથી આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા ત્રણ આતંકીઓની ગુજરાત ATS એ ધરપકડ કરી છે. ગુજરાત ATS ટીમને બાતમી મળી હતી કે, અમુક શખ્સો આતંકી પ્રવૃતિ સાથે જોડાયેલા છે, આ માટે તેમના પર વોચ રાખવામાં આવી હતી. ત્યાર બાદ હવે ATSની ટીમ દ્વારા ISIS સાથે જોડાયેલા ત્રણેય આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી, આ ત્રણેય શખ્સો નવા આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા છે. આ આતંકીઓ ISIS સાથે જોડાયેલા હોવાની માહિતી મળી રહી છે. જેમાં બે ઉત્તર પ્રદેશના અને એક હૈદરાબાદનો છે.
બાતમીના આધારે વોચ ગોઠવાઈ
ગુજરાત ATSની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને તેઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા છે. આ બાતમીના આધારે ATSની ટીમે શંકાસ્પદ વ્યક્તિઓ પર વોચ ગોઠવી હતી, જેના પરિણામે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સઘન પૂછપરછ ચાલુ
હાલમાં ATSની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેમાં મોટા ખુલાસા થઈ શકે છે. આ સમગ્ર મામલે ગુજરાત ATS દ્વારા આજે બપોરે 1:00 વાગ્યે સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરાશે, જેમાં પકડાયેલા આતંકીઓની ઓળખ અને તેમના ઈરાદાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.




















