Home Gujarat Sarkhej Group Clash Ahmedabad One Dead Two Injured

અમદાવાદના સરખેજમાં મોડી રાત્રે લોહિયાળ ખેલ : બે જૂથોની અથડામણમાં એકનું મોત, વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અમદાવાદના સરખેજમાં મોડી રાત્રે લોહિયાળ ખેલ
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 10:33 AM IST

મળતી માહિતી અનુસાર, રાત્રે લગભગ 9:30 થી 10:00 વાગ્યાના સમયગાળા દરમિયાન અંગત અદાવતને કારણે ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. થોડા જ સમયમાં વાત ઉગ્ર બની અને મામલો હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો. બંને પક્ષ વચ્ચે થયેલી મારામારીમાં નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર સહિત ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થતા ઘટના વધુ ગંભીર બની છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ થતા જ સરખેજ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસમાં આરોપીઓને ઝડપવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના અંગત અદાવતનું પરિણામ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાની ફોર્સ પણ તહેનાત કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now