Home Gujarat Gujarat Local News Breaking News Ahmedabad Fire Sindhi Market Panchkuwa

અમદાવાદમાં દેખાયા વિમાન દુર્ઘટના જેવી આગના દ્રશ્યો : 2 કિ.મી. સુધી ઉડતા દેખાયા ધુમાડાના ગોટા! જાણો ભીષણ આગની ચપેટમાં આવેલું આ બજાર કેમ અમદાવાદીઓ માટે છે ખાસ

અમદાવાદમાં દેખાયા વિમાન દુર્ઘટના જેવી આગના દ્રશ્યો
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 10:07 AM IST

Ahmedabad Fire: ઉનાળો શરૂ થતાની સાથે જ આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં અમદાવાદના વર્ષો જૂના બજારમાં અચાનક વાયુવેગે આગ પ્રસરી ગઈ. આગ એટલી ભીષણ હતી કે જોત જોતામાં અનેક દુકાનો અને જુના મકાનો આગમાં ખાક થઈ ગયા. અમે વાત કરી રહ્યાં છીએ અમદાવાદ પાંચકુવા વિસ્તારમાં આવેલાં સિંધી માર્કેટની. પાંચકુવામાં આવેલું સિંધી માર્કેટ સામાન્ય રીતે માણસોની ચહેલ પહેલથી ધમધમતું હોય છે. અહીં વેપારીઓ, દુકાનદારો, કમિશન એજન્ટો, કર્મચારીઓ અને બહારથી આવતા ગ્રાહકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. પાંચકુવા વિસ્તારમાં આવેલું આ બજાર એવું છેકે, અહીં સામાન્ય દિવસોમાં પણ ભારે ભીડ જોવા મળતી હોય છે.

અમદાવાદના પાંચકુવા સિંધિ માર્કેટમાં ભીષણ આગઃ

અમદાવાદ શહેરના વ્યસ્ત વિસ્તારોમાંના એક એવા પાંચકુવા સિંધિ માર્કેટમાં આજે અચાનક આગ લાગી જતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ માર્કેટની કેટલીક દુકાનોમાં આગ લાગતા જ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગની ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની આશરે 10 ગાડીઓ રવાના કરવામાં આવી હતી. હાલમાં ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે જોરશોરથી કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થળ પરથી મળતી માહિતી અનુસાર આગ લાગવાના કારણો હજી સુધી સ્પષ્ટ થયા નથી. જોકે આગને કારણે દુકાનોમાં મોટું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે, જેથી રાહત અને બચાવ કામગીરીમાં કોઈ અવરોધ ન પડે. આગ અંગે વધુ વિગતો અને નુકસાનના આંકડા અંગે હજુ માહિતી પ્રાપ્ત થવાની બાકી છે.

અમદાવાદનું પાંચકુવા સિંધી માર્કેટ શહેરના સૌથી વ્યસ્ત અને લોકપ્રિય બજારોમાંનું એક છે. ખાસ કરીને કપડાં અને ટેક્સટાઇલ્સ માટે જાણીતું આ માર્કેટ વર્ષો થી વેપારીઓ અને ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહીં સસ્તા ભાવે વિવિધ પ્રકારના કપડાં અને ફેશન સંબંધિત વસ્તુઓ સરળતાથી મળી રહે છે, જેના કારણે સ્થાનિક લોકો ઉપરાંત બહારથી આવતા વેપારીઓ પણ અહીં ખરીદી કરવા આવે છે. આ માર્કેટમાં પ્રવેશતા જ રંગબેરંગી કપડાંની દુકાનો નજર ખેંચી લે છે. અહીં સાડીઓની વિશાળ વિવિધતા જોવા મળે છે, જેમાં કોટન, સિલ્ક, બાંધણી, ચીફોન અને નેટ જેવી અનેક સ્ટાઇલ્સ ઉપલબ્ધ છે. ઉપરાંત, ડ્રેસ મટિરિયલ, સલવાર-સૂટ, પાકિસ્તાની સુટ અને લેહેંગા જેવી પરંપરાગત અને આધુનિક ડિઝાઇન્સ પણ ગ્રાહકોને આકર્ષે છે. ખાસ કરીને મહિલાઓ માટે આ માર્કેટ એક પરફેક્ટ શોપિંગ ડેસ્ટિનેશન ગણાય છે.

રેડીમેડ ગાર્મેન્ટ્સની વાત કરીએ તો અહીં કુરતી, પલાઝો, ગાઉન, ટી-શર્ટ, જીન્સ અને બાળકોના કપડાં પણ મોટા પ્રમાણમાં મળે છે. ફેશનના બદલાતા ટ્રેન્ડ્સને ધ્યાનમાં રાખીને વેપારીઓ સતત નવા ડિઝાઇન્સ લાવતા રહે છે, જેના કારણે યુવાનોમાં પણ આ માર્કેટ ખૂબ લોકપ્રિય છે. ઉપરાંત, મેન્સ માટે શર્ટિંગ અને સુટિંગના વિકલ્પો પણ સારી રીતે ઉપલબ્ધ છે. ફેબ્રિકના વેપાર માટે પણ પાંચકુવા સિંધી માર્કેટ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. અહીં કોટન, રેયોન, જ્યોર્જેટ અને સિલ્ક જેવા વિવિધ પ્રકારના કાપડ હોલસેલ અને રિટેલ બંનેમાં મળી રહે છે. એમ્બ્રોઇડરી અને પ્રિન્ટેડ ફેબ્રિક્સની પણ વિશાળ પસંદગી હોવાથી નાના વેપારીઓ અને ડિઝાઇનર્સ માટે આ બજાર ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

આ ઉપરાંત, ડુપટ્ટા, સ્કાર્ફ, સ્ટોલ અને આર્ટિફિશિયલ જ્વેલરી જેવી એક્સેસરીઝ પણ અહીં સરળતાથી મળી રહે છે. બેગ, પર્સ, મોજડી અને અન્ય ફેશન સંબંધિત વસ્તુઓ ખરીદવા માટે પણ આ માર્કેટ એક ઉત્તમ વિકલ્પ છે. ઘર માટે બેડશીટ, કૂશન કવર અને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ પણ અહીં ઉપલબ્ધ છે, જે આ બજારને વધુ વૈવિધ્યસભર બનાવે છે. સીઝનલ વસ્તુઓની વાત કરીએ તો શિયાળામાં સ્વેટર અને જાકેટ જેવા કપડાં પણ સસ્તા ભાવે મળી રહે છે. આ રીતે, પાંચકુવા સિંધી માર્કેટ માત્ર એક બજાર નહીં પરંતુ ફેશન અને ટેક્સટાઇલ્સનું સંપૂર્ણ હબ છે, જ્યાં દરેક વર્ગના લોકો માટે કંઈક ને કંઈક ખાસ જરૂર મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now