Home Gujarat Surat Citys First Sports Facility Center Ready

સુરત શહેરનું સૌપ્રથમ સ્પોર્ટ્સ ફૅસિલિટી સેન્ટર તૈયાર : બોક્સ ક્રિકેટ જેવી અનેક સુવિધા, વરિષ્ઠ નાગરિકો માટે ખાસ વ્યવસ્થા

સુરત શહેરનું સૌપ્રથમ સ્પોર્ટ્સ ફૅસિલિટી સેન્ટર તૈયાર
Published by: OBS Bureau
Last Updated: Nov 10, 2025, 07:08 AM IST

સુરત શહેરમાં રમતગમત પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં એક અનોખું અને અદભુત અન્ડર-બ્રિજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે. આ કોમ્પ્લેક્ષ પાર્લે પોઇન્ટ ખાતેના શહીદ વીર ભગતસિંહ ફ્લાયઓવર (પાર્લે પોઇન્ટ બ્રિજ) નીચે બનાવવામાં આવ્યું છે, અને તે શહેરનું પહેલું અન્ડર-બ્રિજ ઇન્ડોર સ્પોર્ટ્સ અને રિક્રિએશન સેન્ટર ગણાય છે.

2.5 કરોડના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તૈયાર

આ પ્રોજેક્ટ માટે પુલ નીચેની ખાલી અને બિનઉપયોગી જગ્યાનો સર્જનાત્મક રીતે ઉપયોગ કરીને નાગરિકો માટે રમતગમત અને મનોરંજનનું સુંદર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. કોમ્પ્લેક્સ ફ્લાયઓવરનાં ત્રણ સ્પેન્સ (ભાગો)નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો છે અને તેનો અંદાજિત ખર્ચ રૂ. 2.5 કરોડ આવ્યો છે.

રમતગમત અને મનોરંજનની સુવિધાઓ

આ સંકુલમાં નાગરિકો માટે અનેક રમતગમત અને મનોરંજનની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઇન્ડોર ગેમ્સમાં ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, એર હોકી, બોલિંગ, બોક્સ ક્રિકેટ અને સાપ-સીડી જેવી રમતોની વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત, કોમ્પ્લેક્સમાં અન્ય અનેક સુવિધાઓ પણ છે. જેમાં રીડિંગ રૂમ વાંચનપ્રેમી નાગરિકો માટે શાંતિપૂર્ણ વાંચન ખૂણો પણ બનાવવામાં આવ્યો છે. કેફેટરિયામાં નાસ્તા અને જળપાન માટેની આરામદાયક જગ્યા પણ રાખવામાં આવી છે.

વરિષ્ઠ નાગરિકો માટે બેઠક વ્યવસ્થા

બાળકોના રમત વિસ્તારમાં નાના બાળકો માટે સુરક્ષિત અને આનંદમય રમવાની જગ્યા તૈયાર કરાઈ છે તેમજ વરિષ્ઠ નાગરિકો માટે બેઠક વ્યવસ્થા અને આરામથી સમય પસાર કરવા માટે ખાસ બેઠક સુવિધાઓ પણ બનાવવામાં આવી છે. સાથો સાથ લોકર સુવિધામાં વ્યક્તિગત સામાન સુરક્ષિત રાખવા માટે લોકર ઉપલબ્ધ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાનો આ પ્રયોગ શહેરના લોકોને રમતગમત અને આરોગ્યપ્રત્યે પ્રોત્સાહિત કરવા માટેનું અનોખું પગલું છે. સાથે જ પુલની નીચેની જગ્યા ઉપયોગી બનાવી, મહાનગરપાલિકાએ શહેરના સૌંદર્ય અને ઉપયોગિતાને એક નવી દિશા આપી છે. આ અન્ડર-બ્રિજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ હવે સુરતના નાગરિકો માટે રમત, મનોરંજન અને આરામનું નવું કેન્દ્ર બની ગયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ