ગાંધીનગરના અડાલજ પાસેથી આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા ત્રણ આતંકીઓની ગુજરાત ATS એ ધરપકડ કરી છે. તેને લઈને પૂછપરછમાં ઘણા ખુલાસા થયા છે.
આતંકીઓ પાસેથી પિસ્તોલ, કારતૂસ અને કેમિકલ મળી આવ્યું
ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા આતંકીઓ ડો. અહેમદ મોહીદ્દીન અબ્દુલ કાદર ઝીલાની, મોહમ્મદ સુહેલ મોહમ્મદ સુલેમાન અને આઝાદ સુલેમાન સૈફી પાસેથી ત્રણ પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલનો જથ્થો મળી આવ્યો છે.
3 આતંકીઓમાંથી એક ડો. અહેમદ ઝીલાની વ્યવસાયે ડોકટર
ગુજરાત ATS દ્વારા જે ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે તેમાનો એક ડો. અહેમદ સૈયદ ઝીલાની વ્યવસાયે ડોકટર હોવાનું સામે આવ્યું છે. ડો. અહેમદે ચીનમાં MBBS કર્યું હતું. ડો. અહેમદ પોતે હૈદરાબાદ જ્યારે મોહમ્મદ સુહેલ અને આઝાદ બંને યુપીના રહેવાસી છે.
સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ ચાલુ હતો
સૈયદ નામના આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. સૈયદે અન્ય બે આરોપીઓ આઝાદ અને સોહિલ પાસેથી રાજસ્થાનના હનુમાનગઢ ખાતેથી વસ્તુઓ મેળવી હતી, તે બંને હૈદરાબાદમાં રહેતા હતા. તે હૈદરાબાદ પરત જઈને સાઇનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાની પ્રક્રિયા કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, ખાવામાં ભેળવીને ઉપિયોગ કરી શકાય તેવું આ ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરી રહ્યો હતો.
'ડો. સૈયદનો પૈસા એકત્રિત કરી અને આતંકી હુમલો કરવાનો પ્લાન હતો
ગુજરાત ATSને 17 નવેમ્બર સુધી ISKP સાથે જોડાયેલા ત્રણેય આતંકીઓના રિમાન્ડ મળ્યા છે. મુખ્ય આરોપીઓમાંનો એક સૈયદ અહેમદ ભણેલો-ગણેલો છે અને તે અબુ ખ્દીજા નામના આરોપીના સંપર્કમાં હતો. આ આતંકીઓ ગુજરાતમાં હથિયારોની આપ-લે કરવાના ઇરાદે 6 નવેમ્બરની રાત્રે આવ્યા હતા અને તેમણે દેશના અનેક સ્થળો પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું.
તપાસમાં સામે આવ્યું છે કે આતંકીઓએ એક વર્ષ પહેલાં જ રેકી કરી હતી. ATS હવે બીજા આરોપીઓની ઓળખ કરવા અને અન્ય રાજ્યોમાં પણ તપાસ શરૂ કરશે. ડો. સૈયદનો પૈસા એકત્રિત કરી અને આતંકી હુમલો કરવાનો પ્લાન હતો. ફંડ ક્યાંથી આવવાનું હતું અને કેવી રીતે આવવાનું હતું તેની તપાસ હાથ ધરાશે.
ડો. સૈયદ અહેમદે ચીનમાં તબીબી અભ્યાસ કર્યો, વિદેશી સાથે સંપર્કમાં
ડો. સૈયદ અહેમદના ફોનમાં ઘણી બધી માહિતીઓ હતી. સૈયદ 35 વર્ષનો છે અને તેને ચાઇનાથી તબીબી અભ્યાસ છે. તે ભારતમાં મોટી આતંકી ઘટનાનો અંજામ આપવાનો હતો. ઘણા વિદેશીઓ સાથે સંપર્કમાં હતો. અબુ ખદીજા સાથે ટેલિગ્રામથી સંપર્કમાં હતો.




















