logo-img
Teenage Girl R After Social Media Introduction In Vadodara

વડોદરામાં સોશિયલ મીડિયા પરિચય બાદ કિશોરી પર દુષ્કર્મ : 16 વર્ષની કિશોરીએ હાથની નસો કાપીને આપઘાતનોકર્યો પ્રયાસ

વડોદરામાં સોશિયલ મીડિયા પરિચય બાદ કિશોરી પર દુષ્કર્મ
Published by: Offbeat Team
| Last Updated: Feb 12, 2026, 08:06 AM IST

વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા મારફતે થયેલા પરિચય બાદ કિશોર દ્વારા કિશોરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિત કિશોરીએ થોડા દિવસ અગાઉ આપઘાત કરવાની કોશિશ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, 27 મે 2025ના રોજ કિશોર અને 16 વર્ષની કિશોરી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં સામાન્ય વાતચીતથી શરૂ થયેલો પરિચય ધીમે ધીમે નજીકતામાં ફેરવાયો હતો. વિશ્વાસમાં લઈને કિશોરે કિશોરીને મળવા માટે બોલાવી હતી અને તેના ઘરે જઈને દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

વડોદરામાં સોશિયલ મીડિયા પરિચય બાદ કિશોરી પર દુષ્કર્મ

ઘટના બાદ કિશોરી માનસિક રીતે ભારે તણાવમાં આવી ગઈ હતી. પોતાની સાથે ખોટું થયું હોવાનું દુઃખ અને ડર તેને અંદરથી તોડી નાખતો રહ્યો. આ કારણે થોડા દિવસ અગાઉ કિશોરીએ હાથની નસો કાપીને આપઘાત કરવાની કોશિશ કરી હતી. પરિવારજનોને જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે. કિશોરીની સારવાર દરમિયાન તેણે પોતાની સાથે બનેલી ઘટનાની વાત પરિવારજનોને કહી હતી. આ ખુલાસા બાદ કિશોરીના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં કિશોર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા કિશોરની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ સોશિયલ મીડિયા પર થયેલી વાતચીત સહિતના પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સોશિયલ મીડિયાના બેફામ ઉપયોગ ચિંતા જનક

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિત કિશોરી નાબાલિગ હોવાથી મામલો ગંભીર છે અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયાના બેફામ ઉપયોગ અને કિશોર-કિશોરીઓની સુરક્ષા અંગે ચિંતાઓ ઉભી કરી છે. સમાજમાં આવા બનાવો ન બને તે માટે માતા-પિતાએ સંતાનો પર નજર રાખવી તેમજ તેમને સોશિયલ મીડિયા ઉપયોગ અંગે જાગૃત કરવા જરૂરી હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા છે

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now