logo-img
Sog Seizes 22 Kg Of Hybrid Ganja In Ahmedabad

અમદાવાદમાં SOG એ 22 કિલો હાઈબ્રીડ ગાંજો ઝડપ્યો : 2 આરોપી ઝડપાયા 6 ફરાર, રૂપિયા 7 કરોડ 97 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં SOG એ 22 કિલો હાઈબ્રીડ ગાંજો ઝડપ્યો
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 12, 2026, 02:01 PM IST

અમદાવાદ શહેરમાં નશાખોરીને કાબૂમાં લેવા પોલીસ તનતોડ મહેનત કરી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને બાતમી મળી હતી કે શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા નોબેલનગરમાં મોટી માત્રામાં હાઈબ્રીડ ગાંજાની હેરફેર થવાની છે અને આ હેરફેર બે શખ્સો દ્વારા કરવામાં આવવાની છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને સક્રિય કરી તાત્કાલિક રેડની કાર્યવાહી હાથ ધરી હતી.

22 કિલો 780 ગ્રામ જેટલો હાઈબ્રીડ ગાંજો ઝડપ્યો!

બાતમીવાળી જગ્યાએ પહોંચેલી SOGની ટીમે સરદારનગર નોબેલનગર વિસ્તારમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન પોલીસે 22 કિલો 780 ગ્રામ જેટલો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી બે શખ્સોને કાબૂમાં લેવામાં આવ્યા હતા, જેમની ઓળખ ચેતન પ્રજાપતિ અને જિયા ઉર્ફે જેસિકા પ્રજાપતિ તરીકે થઈ હતી. પોલીસે અંદાજે રૂ.7 કરોડ 97 લાખની બજાર કિંમતનો 22.78 કિલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કરીને બંનેની ધરપકડ કરી હતી.

2 આરોપી ઝડપાયા 6 ફરાર

પછી SOGએ જપ્ત કરાયેલ 7.97 કરોડ રૂપિયાના ગાંજાને કબજે લઈ આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આ હાઈબ્રીડ ગાંજો બેંગકોકથી લાવવામાં આવ્યો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ સમગ્ર ગેરકાયદેસર કારોબારમાં કુલ 8 શખ્સો સંડોવાયેલા છે, જેમાંથી 2 ઝડપાઈ ગયા છે જ્યારે 6 આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે આ મામલે કાયદેસરની ગુનાની નોંધ કરી અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now