બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો; લાંબડિયા, નવા મોટા, ખરણીયા, દેડકા, ખેરોજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે, જેના કારણે ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
પોશીના તાલુકાના લાંબડિયા, નવા મોટા, ખરણીયા, દેડકા, ખેરોજ, ચાંગોડ, પોલાપણ, મીઠીબેડી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી પણ લોકોને આંશિક રાહત મળી હતી.
પાલનપુરમાં તસ્કરોનો તરખાટ: હરિઓમ માર્કેટની 6 દુકાનોનાં તાળા તૂટ્યા, આંગડિયા પેઢી સહિત અનેક સ્થળે ચોરીનો પ્રયાસ
ખેડૂતો માટે રાહતના સમાચાર
ખરીફ પાકની વાવણી માટે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશાનું કિરણ બનીને આવ્યો છે. સમયસર વરસાદ થતાં જમીનમાં ભેજ વધશે, જે વાવણી અને પાકના વિકાસ માટે અનુકૂળ માનવામાં આવે છે. જોકે, ખેડૂતો હવે આગામી દિવસોમાં પણ સારો વરસાદ થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે, જેથી કૃષિ કામગીરીને વધુ વેગ મળી શકે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બપોર બાદ આકાશમાં વાદળો છવાયા હતા અને ત્યારબાદ અનેક ગામોમાં વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી હતી અને વાતાવરણમાં તાજગીનો અનુભવ થયો હતો.
હવામાનમાં આવેલા આ બદલાવથી ખેડૂતોમાં નવી આશા જાગી છે. જો આગામી દિવસોમાં પણ નિયમિત વરસાદ ચાલુ રહેશે તો ખરીફ સિઝનની ખેતીને તેનો સીધો લાભ મળશે.





