Home Gujarat Unjha Copper Cable Wire Theft Case Two Accused Arrested

ઊંઝામાં કેબલ વાયર ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો : બે આરોપીઓ ઝડપાયા

unjha-copper-cable-wire
Published by: OBS Bureau
Last Updated: Jun 27, 2026, 04:10 PM IST

હાઇવે પર ભંગારમાં તાંબાનો કેબલ વાયર વેચવા જતા ઝડપાયા; રૂ. 9,500નો ચોરાયેલો માલ જપ્ત, એક કિશોરની શોધખોળ ચાલુ

મહેસાણા જિલ્લાના ઊંઝામાં કેબલ વાયર ચોરીના ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. સંયુક્ત બાતમીના આધારે ઊંઝા પોલીસ અને સર્વેલન્સ સ્ટાફે શક્તિનગર છાપરા સામે હાઇવે રોડ પરથી ભંગારમાં ચોરાયેલો તાંબાનો કેબલ વાયર વેચવા જતા બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પાસેથી અંદાજે 9.5 કિલોગ્રામ વજનનો તાંબાનો કેબલ વાયર, જેની કિંમત રૂ. 9,500 જેટલી થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલ વાયર ચોરીનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ઊંઝામાં પોલીસની મોટી રેડ: ૧૧૧૦ ગ્રામ ગાંજા સાથે આરોપી ઝડપાયો

બે આરોપીઓની ધરપકડ, એક કિશોરની શોધખોળ

આ કેસમાં પોલીસે બાદલભાઈ દેવીપૂજક અને અરવિંદભાઈ દેવીપૂજક ની ચોરીના આરોપસર ધરપકડ કરી છે. બંનેની પૂછપરછ દરમિયાન ચોરી અંગેની વધુ વિગતો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પોલીસે જણાવ્યું છે કે આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક અન્ય કિશોર પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. તેની ઓળખ કાયદાકીય કારણોસર જાહેર કરવામાં આવી નથી અને તેને શોધી કાઢવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

બાતમીના આધારે સફળ કામગીરી

ઊંઝા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ ટીમે ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી ચોરાયેલો મુદ્દામાલ કબજે કરવામાં આવતા પોલીસની કામગીરીને સફળતા મળી છે.

પોલીસ હવે આરોપીઓની પૂછપરછના આધારે તેઓ અન્ય ચોરીના બનાવોમાં સંડોવાયેલા છે કે નહીં તેમજ ચોરાયેલા માલના વેચાણ સાથે જોડાયેલા અન્ય લોકોની પણ તપાસ કરી રહી છે.

પાલનપુરમાં તસ્કરોનો તરખાટ: હરિઓમ માર્કેટની 6 દુકાનોનાં તાળા તૂટ્યા, આંગડિયા પેઢી સહિત અનેક સ્થળે ચોરીનો પ્રયાસ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now