Home Gujarat Liquor Being Transported In A Tractor Was Seized Near Jarwala Village In Patdi

પાટડીના જરવલા ગામ પાસે ટ્રેક્ટરમાં લઇ જવાતો દારૂ ઝડપાયો : 9.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો , LCBની કાર્યવાહી

પાટડીના જરવલા ગામ પાસે ટ્રેક્ટરમાં લઇ જવાતો દારૂ ઝડપાયો
Published by: OBS Bureau
Last Updated: Feb 12, 2026, 05:07 AM IST

સુરેન્દ્રનગર જિલ્લામાં એલસીબી (LCB) પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે પાટડી તાલુકાના જરવલા ગામની સીમમાં, લોબાસર તલાવડી નજીકથી પસાર થતું એક ટ્રેક્ટર રોકી તેની તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન ટ્રેક્ટરમાંથી અલગ-અલગ બ્રાન્ડનો પરપ્રાંતિય દારૂ મળી આવ્યો હતો, જે ગેરકાયદેસર રીતે લઈ જવાઈ રહ્યો હતો.

4.13 લાખ કિંમતનો દારૂ જપ્ત

પોલીસે ટ્રેક્ટરની વિગતવાર તપાસ કરતાં અંદાજે રૂ. 4.13 લાખ કિંમતનો પરપ્રાંતિય દારૂનો જથ્થો કબજે કર્યો હતો. ઉપરાંત દારૂ લઈ જવા માટે ઉપયોગમાં લેવાયેલ ટ્રેક્ટર સહિત કુલ રૂ.9.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે આરોપીને દબોચ્યો

આ કાર્યવાહી દરમિયાન પોલીસે જરવલા ગામના રહેવાસી હર્ષદભાઈ નાનુભાઈ ઠાકોરને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે. આ કામગીરીથી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેપારમાં સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી ગઈ છે, જ્યારે પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now