Home Gujarat A Dead Body Was Found With Its Hands And Feet Tied In Bharuchs Vagra

ભરૂચના વાગરામાં હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો : નિર્મમ હત્યાથી અરેરાટી, પોલીસ તપાસ તેજ

ભરૂચના વાગરામાં હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
Published by: OBS Bureau
Last Updated: Feb 12, 2026, 04:32 AM IST

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. રહાડ–વછનાદ માર્ગ પરથી હાથ-પગ દોરીથી બાંધેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ માર્ગ પાસે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ પડ્યો હોવાનું જોયા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. યુવકની લાશ જે સ્થિતિમાં મળી આવી છે, તે જોતા આ બનાવ નિર્મમ હત્યાનો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

હાથ અને પગ દોરીથી મજબૂત રીતે બાંધવામાં આવ્યા હતા, જે પરથી એવું લાગે છે કે હત્યારાઓએ ક્રૂરતાપૂર્વક ઘટનાને અંજામ આપ્યો હતો અને તેમને કાયદાનો કોઈ ખૌફ ન હોય તેમ વર્તન કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.

પોલીસે તપાસ હાથધરી

પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી પંચનામું તૈયાર કર્યું હતું. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એમ્બ્યુલન્સ મારફતે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસ યુવકની ઓળખ મેળવવા અને આ હત્યા પાછળના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી રહી છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now