Home Gujarat Dycm Harsh Sanghvi Walked 35 Km From Girnar Darwaja To Reach Bhavnath Temple Barefoot

મહાશિવરાત્રી મેળો 2026 : DyCM હર્ષ સંઘવી ગિરનાર દરવાજાથી 3.5 કિમી ચાલી ખુલ્લા પગે ભવનાથ મંદિર સુધી પહોંચ્યા

મહાશિવરાત્રી મેળો 2026
Published by: OBS Bureau
Last Updated: Feb 12, 2026, 04:02 AM IST

જુનાગઢમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખુલ્લા પગે ચાલી ને ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર પહોંચ્યા હતા. આ પદયાત્રામાં નાયબ મુખ્યમંત્રીની સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને રાજ્ય ઉર્જા મંત્રી અને સહ પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા પણ સહભાગી બન્યા હતા.

સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતના ના પ્રતીક સમાન મહાશિવરાત્રી મેળાનો આજરોજ શુભારંભ થયો છે. મહાશિવરાત્રી મેળા ના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહભાગી બન્યા હતા.નાયબ મુખ્યમંત્રી સ્વયમ ચાલીને સામાન્ય નાગરિકની જેમ 3.5 કિલોમીટરના મહાશિવરાત્રી મેળાના રૂટ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર પહોંચ્યા હતા. ગિરનાર દરવાજા થી ભવનાથ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં નાયબ મુખ્યમંત્રી તેમજ અન્ય મહાનુભાવોનું વિવિધ સંસ્થાઓ,અગ્રણીઓ,નાગરિકો એ પુષ્પવર્ષાથી ઠેર ઠેર સ્વાગત અભિવાદન કર્યું હતું.

ગિરનાર તળેટીનું વાતાવરણ ભક્તિમય બન્યું

આ પદયાત્રામાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય ના જય ઘોષથી ગિરનાર તળેટીનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ પ્રસંગે જુનાગઢ જિલ્લા મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઇ ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ધારાસભ્ય રમેશ ટીલાળા,જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને શિવ ભક્તો સહભાગી બન્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now