Home Gujarat Fire On The Fourth Floor Of Shivalik High Street Building Near Itc Narmada Hotel

ITC નર્મદા હોટલ પાસે શિવાલિક હાઈસ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે આગ : ફાયર બ્રિગેડની 16 ગાડી ઘટના સ્થળે,100 લોકોનું રેસ્ક્યુ

ITC નર્મદા હોટલ પાસે શિવાલિક હાઈસ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે આગ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 12, 2026, 12:13 PM IST

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ શિવાલિક હાઈસ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. ITC નર્મદા હોટલ પાસે આવેલા આ બિલ્ડિંગના ચોથા માળે આવેલ એક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ફ્લેટમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

16 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. શરૂઆતમાં અંદાજે 16 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલવામાં આવી હતી, પરંતુ આગની ગંભીરતા જોતા કુલ 16 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અગ્નિશામક દળ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

સાથે સાથે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગના કારણે વિસ્તારમાં ચિંતા અને તણાવનો માહોલ સર્જાયો છે. હાલ આગ લાગવાનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now