Home Gujarat Jamnagar Farmers Support Jetpur Khedut Andolan Land Acquisition

જમીન સંપાદન મુદ્દે રોષ : જેતપુર ખેડૂત આંદોલનને જામનગરના ખેડૂતોનું સમર્થન, 150થી વધુ ગાડીઓના કાફલા સાથે રવાના

Jamnagar News
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2026, 01:45 PM IST

Jamnagar News: રાજ્યમાં જમીન સંપાદન અને યોગ્ય વળતરના મુદ્દે ખેડૂતોનો આક્રોશ સતત વધી રહ્યો છે. જેતપુરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના પડઘા હવે જામનગર સુધી પહોંચ્યા છે. જેતપુરના ખેડૂતોની પડખે ઊભા રહેવા અને તેમના આંદોલનને મજબૂત ટેકો આપવા માટે જામનગર જિલ્લાના ખેડૂતો પણ હવે મેદાને આવ્યા છે. આજે જામનગર પંથકમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાવા માટે રવાના થયા હતા.

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ : લાંબી રાહ બાદ અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

150થી વધુ ગાડીઓનો કાફલો અને 30થી 40 ગામોની ભાગીદારી

મળતી માહિતી મુજબ, જામનગરના દોઢીયા સહિત આસપાસના ૩૦થી ૪૦ ગામોના ખેડૂતો આ આંદોલનમાં સક્રિયપણે જોડાયા છે. આજે સવારે દોઢીયા ગામ અને અન્ય વિસ્તારોમાંથી 150 થી વધુ ગાડીઓનો વિશાળ કાફલો જેતપુર જવા માટે રવાના થયો હતો. ખેડૂતોના આ અભૂતપૂર્વ સમર્થનને પગલે સમગ્ર પંથકમાં ભારે ગરમાવો આવી ગયો છે.

જમીન સંપાદન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ

ખેડૂતોનો મુખ્ય આક્રોશ જમીન સંપાદનની નીતિઓ અને તેના બદલામાં મળતા અપૂરતા વળતર સામે છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની કિંમતી અને ઉપજાવ જમીનો સંપાદન કરી લેવામાં આવે છે, પરંતુ તેના બદલામાં તેમને યોગ્ય બજારભાવ કે ન્યાયી વળતર આપવામાં આવતું નથી. પોતાની પેઢીઓની આજીવિકા સમાન જમીન છીનવાઈ જવાના ડર અને વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

‘હું જીવીશ ત્યાં સુધી કોંગ્રેસમાં જ રહીશ, નિવૃત્તિની વાતો પાયાવિહોણી’ : પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની મોટી સ્પષ્ટતા

"જય જવાન, જય કિસાન"ના નારા સાથે ગુંજ્યું વાતાવરણ

કાફલો રવાના થયો ત્યારે ખેડૂતોએ "જય જવાન, જય કિસાન" અને "ખેડૂત એકતા ઝિંદાબાદ"ના ગગનભેદી નારા લગાવ્યા હતા. ખેડૂતોના ચહેરા પર પોતાના હક માટે લડી લેવાનો મક્કમ નિર્ધાર અને આક્રોશ સાફ દેખાતો હતો.

આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી

આંદોલનકારી ખેડૂત આગેવાનોએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ લડત માત્ર જેતપુર પૂરતી મર્યાદિત નથી, સમગ્ર ગુજરાતનો ખેડૂત આજે એકતાના તાંતણે બંધાયેલો છે. જો સરકાર દ્વારા જમીન સંપાદન મુદ્દે ખેડૂતોની ન્યાયી માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને યોગ્ય વળતર આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર અને વ્યાપક બનશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હાલ તો જામનગરથી નીકળેલો આ ખેડૂતોનો મોટો કાફલો જેતપુર આંદોલનને નવી દિશા અને ધાર આપશે તે નક્કી જણાઈ રહ્યું છે.

'જમીન આપીશું, પણ ન્યાયીક ભાવ જોઈએ' : મહીસાગરનાં લુણાવાડાના ખેડૂતોનો સરકાર સામે ઉગ્ર વિરોધ, આંદોલનની ચેતવણી


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now