Home Gujarat Massive Fire Breaks Out In Godown Behind Iskcon Temple

ઇસ્કોન મંદિરના પાછળના ભાગે ગોડાઉનમાં ભીષણ આગ : ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે

ઇસ્કોન મંદિરના પાછળના ભાગે ગોડાઉનમાં ભીષણ આગ
Published by: OBS Bureau
Last Updated: Feb 12, 2026, 07:59 AM IST

અમદાવાદ શહેરમાં ઇસ્કોન મંદિરના પાછળના વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. ઇસ્કોન મંદિરના પાછળના ભાગમાં આવેલા વ્હીલચેરના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયર વિભાગની 9 ગાડીઓ સ્થળે

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 9 ગાડીઓ સ્થળ પર દોડી આવી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. અગ્નિશામક દળે ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે સત્તાવાર કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આગને કાબૂમાં મેળવવાનો પ્રયાસ ચાલુ

સદનસીબે કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી, પરંતુ આગના કારણે ગોડાઉનમાં રાખેલા સામાનને નુકસાન થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now