Home Gujarat The Case Of Finding Slaughtered Cows On The Aldeshan Road In Kadi

કડીના અલદેશણ રોડ પરથી કતલ કરેલા ગૌવંશ મળવાનો મામલો! : રિક્ષા અને હથિયારો કબજે કરી પોલીસે 3 આરોપીઓને ઝડપ્યાં

કડીના અલદેશણ રોડ પરથી કતલ કરેલા ગૌવંશ મળવાનો મામલો!
Published by: OBS Bureau
Last Updated: Feb 12, 2026, 03:09 PM IST

કડી શહેરના અલદેસણ રોડ પર ગૌવંશની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી. દરવાજા આગળ ગૌવંશ કાપેલી હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં રોષ અને ચિંતા ફેલાઈ ગઈ હતી. માહિતી મળતા જ કડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

એક રિક્ષા અને હથિયારો પણ મળી આવ્યા હતા

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે અલદેસણ રોડ પર નૂરબાનું ફાર્મ નજીક કેટલાક શખ્સો ગૌવંશ કાપી રહ્યા હતા. પોલીસે રેડ પાડતા આરોપીઓ અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જોકે, ઘટનાસ્થળેથી એક રિક્ષા અને હથિયારો કબજે કરી પોલીસે તપાસ આગળ ધપાવી હતી.

પોલીસે ત્રણેય આરોપીઓને દબોચ્યા

કડી પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીઓ સુધી પહોંચી તેમને ઝડપી પાડ્યા હતા. અમદાવાદના દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાંથી અકબર, નાસીર અને ઈમરાન નામના ત્રણેય આરોપીઓને દબોચી જેલહવાલે કરવામાં આવ્યા છે. પોલીસ મુજબ ઝડપાયેલા ત્રણેય આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસે ગૌહત્યાના ગુનાનો ભેદ ઉકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં કડક પગલાં લેવા અને પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now