logo-img
Teacher Sentenced To 20 Years For Raping A Girl In Mahisagar

મહીસાગરમાં દુષ્કર્મી શિક્ષકને 20 વર્ષની કેદ : વિદ્યાર્થિની પર આચર્યું હતું દુષ્કર્મ, જિલ્લા અદાલતે ફટકારી સજા

મહીસાગરમાં દુષ્કર્મી શિક્ષકને 20 વર્ષની કેદ
Published by: Offbeat Team
| Last Updated: Feb 18, 2026, 02:37 PM IST

મહીસાગર જિલ્લામાં શિક્ષણ જગતને કાળા દાગા લગાવતી ઘટના સામે કડક કાર્યવાહી સામે આવી છે. વર્ષ 2023માં સંતરામપુર તાલુકાના જાનવડ હાઈસ્કુલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રાજેશ પટેલ દ્વારા પોતાની પૂર્વ વિધાર્થીની પર દુષ્કર્મનો કાળરાતી ઘટી ગયો હતો. ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને લજવી નાખનાર આ કર્મચારી સામે તુરંત કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.

20 વર્ષની સખત કેદની સજા ફટકારી

આ મામલે મહીસાગર જિલ્લા અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આરોપી રજુશીભાઈ હીરાદાસ પટેલને IPC 376(1), 201, 506(2) અને પોક્સો (POCSO) એક્ટની કલમ-4 હેઠળ 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે પુરાવા અને દલીલોના આધાર પર આરોપીને દુષ્કર્મ, ધાકધમકી અને પુરાવા નષ્ટ કરવાનો દોષિત ઠેરવ્યો છે.

કોર્ટનો કડક ચુકાદો

કોર્ટના આ કડક ચુકાદા દ્વારા સમાજમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને લજવનાર કોઈ પણ વ્યક્તિ હશે કાયદા પ્રમાણે કાર્યવાહી થશે. આ નિર્ણય શિક્ષણ જગતમાં નૈતિક જવાબદારી અને બાળકોની સુરક્ષા માટે એક મજબૂત સંદેશો આપ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now