Home Gujarat Budget Includes Provisions For Annapurna Kendra Dhanvantari Arogya Rath And Vb G Ram G Scheme

આ બજેટમાં શ્રમયોગીઓ માટે શું ખાસ? : અન્નપૂર્ણા કેન્‍દ્ર, ધન્‍વંતરિ આરોગ્ય રથ અને VB-G RAM G યોજના માટે ખાસ જોગવાઈ

આ બજેટમાં શ્રમયોગીઓ માટે શું ખાસ?
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2026, 08:39 AM IST

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઇએ ગુજરાતના શ્રમિકો માટે ખાસ જોગવાઈઓ કરી છે. જેમાં શ્રમિક અન્નપૂર્ણા કેન્‍દ્રમાં વધારો કરવામાં આવ્યો છે, સાથે 154 ધન્‍વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો અને VB-G RAM G માં કામના દિવસો વધારવામાં આવ્યા છે. જુઓ કયામાં કેટલો વધારો કરાયો...

બાંધકામ શ્રમયોગીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા કેન્‍દ્રમાં વધારો કરતાં નવા 121 કેન્‍દ્ર કાર્યરત કરવામાં આવશે. તેમજ શ્રમયોગીઓને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવા આપતાં કુલ 154 ધન્‍વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરતાં વધુ નવા 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ ₹260 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્‍ડ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવ્યો છે. જેમાં કામના દિવસો 100 થી વધારી 125 કરવામાં આવ્યા છે. જેના માટે કુલ ₹1500 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now