Home Gujarat Gujarat Budget 2006 Crore Sports Youth Culture

રાજ્યના યુવાનોને બજેટમાં શું ખાસ મળ્યું? : રમતગમત અને સાંસ્કૃતિક વિકાસ માટે ₹2006 કરોડની જોગવાઈ

રાજ્યના યુવાનોને બજેટમાં શું ખાસ મળ્યું?
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2026, 09:44 AM IST

રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા તથા યુવાનો અને રમતવીરોને પ્રોત્સાહન આપી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે અને તેમની પ્રતિભાનો દેશ અને દુનિયાને પરિચય થાય તેવા આયોજનો સરકારે સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે.

રમતગમત ક્ષેત્રે ₹1331 કરોડની જોગવાઇ

  • અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને SVP સ્પોર્ટસ એન્ક્લેવના વિકાસ માટે ₹500 કરોડ ફાળવ્યા.

  • વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના ઇન્‍ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹165 કરોડની જોગવાઇ.

  • અમદાવાદ-ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹101 કરોડ ફાળવ્યા.

  • કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા ₹100 કરોડની જોગવાઇ.

  • ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના નિર્માણ માટે ₹100કરોડ ફાળવ્યા.

  • વૈશ્વિક કક્ષાના હોકી સ્ટેડીયમના નિર્માણ માટે ₹90 કરોડની જોગવાઇ.

  • પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹226 કરોડની જોગવાઇ

  • રાજ્ય રક્ષિત પુરાતત્વીય સ્મારકોના વિકાસ અને સંરક્ષણ માટે ₹5 કરોડની જોગવાઇ.

ગ્રંથાલયો માટે ₹182 કરોડની જોગવાઇ

જિલ્લા તથા તાલુકા ગ્રંથાલયોના નિર્માણ માટે ₹128 કરોડની જોગવાઇ. જેમાં 4 સ્માર્ટ જિલ્લા ગ્રંથાલયોના વિકાસ માટેનું આયોજન છે. સાથે નવરચિત 17 તાલુકા મથકો ખાતે નવા ગ્રંથાલયો શરૂ કરવાનું આયોજન છે.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી

ગુજરાતની ધરોહરને ઉજાગર કરવા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે ₹8 કરોડની જોગવાઇ કરવામાં આવી છે ત્યારે નિયામક, અભિલેખાગાર હસ્તકની કચેરીઓના આર્કાઇવલ રેકર્ડના સંરક્ષણ અને પુન: સ્થાપન માટે ₹3 કરોડ ફાળવવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now