logo-img
Forest And Environment Protection Will Get A Strong Wing In Gujarat

ગુજરાતના વન અને પર્યાવરણ સંરક્ષણને મળશે મજબૂત પાંખ : બજેટમાં વન વિભાગ માટે ₹3560 કરોડની ભવ્ય જોગવાઈ!

ગુજરાતના વન અને પર્યાવરણ સંરક્ષણને મળશે મજબૂત પાંખ
Published by: Offbeat Team
| Last Updated: Feb 18, 2026, 10:05 AM IST

Gujarat Budget: ગુજરાત સરકારે વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹3560 કરોડની જોગવાઈ કરી છે, જે રાજ્યના હરિયાળા વિકાસ અને જૈવ વિવિધતા સંરક્ષણ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ બજેટ જોગવાઈથી રાજ્યમાં વન વિસ્તાર વધારવા, વન્યપ્રાણી સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે વિવિધ મહત્વપૂર્ણ યોજનાઓને વેગ મળશે.

ખાસ ઉલ્લેખનીય સિદ્ધિ: કચ્છના બન્ની પ્રદેશમાં આવેલ છારી-ઢંઢ જળપ્લાવિત ક્ષેત્રને પ્રતિષ્ઠિત રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતની રામસર સાઇટ્સની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. આ આંતરરાષ્ટ્રીય માન્યતા રાજ્યના પર્યાવરણ સંરક્ષણ પ્રયાસોને વૈશ્વિક સ્તરે ઓળખ આપશે.

વધુમાં, વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણ વધારવામાં ગુજરાત દેશમાં મોખરે છે, જે સામાજિક વનીકરણ અને ટકાઉ વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે.

મુખ્ય જોગવાઈઓ અને યોજનાઓ:

સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા: ₹750 કરોડ

વનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધન માટે: ₹667 કરોડ

વન્યપ્રાણી વ્યવસ્થા અને વિકાસ માટે: ₹469 કરોડ

વળતર વનીકરણ અને અન્ય વન વિકાસ કામગીરીઓ માટે: ₹372 કરોડ

JICA પ્રોજેક્ટ હેઠળ વનોની ગીચતા વધારવા અને ટકાઉ વન વ્યવસ્થાપન માટે: ₹258 કરોડ

જિલ્લા-તાલુકા સ્તરે માળખાકીય સુવિધાઓ સુદૃઢ કરવા: ₹102કરોડ

10 નવા ઘાસ ગોડાઉન બાંધકામ અને કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્ડ રીસ્ટોરેશન માટે: ₹68 કરોડ

સામાજિક વનીકરણમાં મોટા રોપા તૈયાર કરવા નર્સરીઓ માટે: ₹50કરોડ

તૃણભક્ષી પ્રાણીઓ માટે બ્રીડિંગ સેન્ટર અને ડીસા ખાતે પ્રાણી સંગ્રહાલય બનાવવા: ₹40 કરોડ

નદીઓના કાંઠે સઘન વાવેતર દ્વારા રીવરાઇન લેન્ડસ્કેપ રીસ્ટોરેશન અને ગ્રીન વોલ ઓફ અરવલ્લી માટે: ₹32 કરોડ

હેરીટેજ વૃક્ષોના રક્ષણ, એગ્રો ફોરેસ્ટ્રી અને હેરીટેજ ટ્રી ટુ ફાર્મર્સ માટે: ₹26 કરોડ

ગાંધીનગર-અમદાવાદ વિસ્તારને “વન કવચ” હેઠળ હરિયાળું બનાવવા: ₹૨૫ કરોડ

ઇકો ટુરિઝમ, દરિયાઇ પર્યટન અને આઇલેન્ડ વિકાસ માટે: ₹20 કરોડ

આદિજાતિ વિસ્તારમાં કૌશલ્ય વર્ધનથી વનવાસીઓની રોજગારી સુધારવા: ₹10 કરોડ

આહવા ખાતે વન વિજ્ઞાન કેન્દ્ર અને અંબાજી ખાતે લોગ હટ બનાવવા: ₹8 કરોડ

અખિલ ભારતીય રમતગમત સ્પર્ધા-2026નું આયોજન: ₹7 કરોડ

આ જોગવાઈઓ ગુજરાતને વધુ હરિયાળું, પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ વિકાસ તરફ લઈ જશે. આ બજેટ પ્રયાસો રાજ્યના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું છે!

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now