logo-img
A Huge Provision Of 4314 Crore For The Ports And Transport Department

ગુજરાતના રસ્તા-બંદરોને મળશે નવો વેગ : બજેટમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે ₹4314 કરોડની મોટી જાહેરાત!

ગુજરાતના રસ્તા-બંદરોને મળશે નવો વેગ
Published by: Offbeat Team
| Last Updated: Feb 18, 2026, 10:59 AM IST

Gujarat Budget: ગુજરાત સરકારે વર્ષ 2026-27ના બજેટમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગને મજબૂત બનાવવા માટે કુલ ₹4314 કરોડની જોગવાઈ કરી છે. આ રકમ રાજ્યની આર્થિક ગતિ અને પ્રગતિને વેગ આપવા માટે મહત્વની સાબિત થશે.

વાહન વ્યવહાર વિભાગની મુખ્ય જોગવાઈઓ:

જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતા વધારવા માટે આધુનિક ટેક્નોલોજી ધરાવતી 2963 નવી બસોની ખરીદી માટે ₹1286 કરોડની જોગવાઈ.

બાળકો અને સગીરોમાં ટ્રાફિક નિયમો તથા માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક વિકસાવવા માટે ₹25 કરોડ.

વહીવટી કામગીરીને ઝડપી અને પારદર્શી બનાવવા E-Governance હેઠળ ₹15 કરોડની જોગવાઈ.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં વાહન અને લાયસન્સ સંબંધિત પ્રિમિયમ તથા એક્સપ્રેસ સેવાઓ પ્રાયોગિક ધોરણે શરૂ કરવાનું આયોજન.

બંદરો વિભાગની મુખ્ય જાહેરાત:

વિકસિત ગુજરાત @ 2047ના લક્ષ્યને પાર કરવા માટે રાજ્યના બંદરોની વર્તમાન વાર્ષિક ક્ષમતા 600 મિલિયન મેટ્રિક ટનથી વધારીને 3000 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચાડવાનું મહત્વાકાંક્ષી આયોજન છે .ઇન્સેન્ટીવ અન્ડર શીપ બિલ્ડિંગ પોલિસી હેઠળ રાજ્યની શીપ બિલ્ડિંગ ક્ષમતા વધારવા માટે વિશેષ જોગવાઈ.

આ જોગવાઈઓ ગુજરાતને વેપાર, પરિવહન અને ઔદ્યોગિક વિકાસમાં આગળ ધપાવશે, જેનાથી રોજગારી અને આર્થિક વૃદ્ધિને પણ વેગ મળશે!

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now