Home Gujarat Gujarat Budget 2026 Emphasis Placed On Climate Change In This Budget

Gujarat Budget 2026 : ક્લાઇમેટ ચેન્‍જ માટે આ બજેટમાં મુકાયો ભાર : 429 કરોડની જોગવાઇ, 70 જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપાશે

Gujarat Budget 2026 : ક્લાઇમેટ ચેન્‍જ માટે આ બજેટમાં મુકાયો ભાર
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2026, 11:35 AM IST

ગુજરાતના વર્ષ 2026-27ના બજેટમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ ₹429 કરોડની મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે, જે રાજ્યના ગ્રીન ગ્રોથ અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગુજરાતે “ક્લાઇમેટ એક્શન ટ્રેકર પોર્ટલ” લોન્ચ કરીને જિલ્લા સ્તરે ક્લાઇમેટ સૂચકાંકોની માહિતી પ્રદર્શિત કરતું પોર્ટલ તૈયાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનવાનો દરજ્જો મેળવ્યો છે. આ પોર્ટલ દ્વારા પર્યાવરણ સંબંધિત ડેટા વધુ પારદર્શક અને સુલભ બનશે.

સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપવા માટે ₹278 કરોડ ફાળવાયા

સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપવા માટે ₹278 કરોડ ફાળવાયા છે, જેનાથી સ્વચ્છ ઊર્જા ઉત્પાદન વધશે અને વીજળી ખર્ચમાં ઘટાડો થશે. પર્યાવરણમૈત્રી વાહન વ્યવહારને પ્રોત્સાહન આપવા બેટરી સંચાલિત દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની ખરીદી પર સબસિડી માટે ₹16 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્રસ્ટ જેવી લગભગ 70 સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા ₹12 કરોડ ફાળવાયા છે.

ગુજરાતમાં ગ્રીન સ્ટાર્ટઅપ એક્સિલરેશન કાર્યો માટે ₹5 કરોડની જોગવાઇ

શાળાના બાળકોમાં Climate Experimental Learning Module દ્વારા ‘મિશન લાઇફ’ અંગે જાગૃતિ વધારવા ₹9 કરોડની જોગવાઈ છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના સ્મશાનગૃહોમાં 1200 સ્મશાનભઠ્ઠીઓ બેસાડવા ₹7 કરોડ ફાળવાયા છે. ગ્રીન સ્ટાર્ટઅપ એક્સિલરેશન માટે ₹5 કરોડની જોગવાઈ કરીને પર્યાવરણ ક્ષેત્રે નવીનતા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્યની સરકારી ઇમારતો પર સ્થાપિત સોલાર રૂફટોપ, વિન્ડ અને હાઈબ્રિડ સિસ્ટમ માટે IOT આધારિત મોનિટરિંગ વ્યવસ્થા વિકસાવવા આયોજન કરવામાં આવ્યું છે. કુલ મળીને, આ જોગવાઈઓ ગુજરાતને પર્યાવરણ અનુકૂળ અને ટેક્નોલોજી આધારિત વિકાસ તરફ આગળ ધપાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now