logo-img
Gujarat Budget 2026 Budget Of 4 Lakh 8 Thousand 53 Crores

Gujarat Budget 2026 : 4 લાખ 8 હજાર 53 કરોડનું બજેટ : આ વર્ષને પ્રવાસન વર્ષ જાહેર કરાયું, એક ક્લિકમાં જાણો સંપૂર્ણ બજેટ

Gujarat Budget 2026 : 4 લાખ 8 હજાર 53 કરોડનું બજેટ
Published by: Offbeat Team
| Last Updated: Feb 18, 2026, 10:31 AM IST

ગુજરાતનું વર્ષ 2026-27 માટેનું ઐતિહાસિક બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે કુલ ₹4,08,053 કરોડનું વિશાળ બજેટ રજૂ કરીને વિકાસની દિશામાં મોટું પગલું ભર્યું છે. આ બજેટમાં સમાજના દરેક વર્ગને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને વિવિધ ક્ષેત્રોને સંતુલિત પ્રાથમિકતા આપવામાં આવી છે.

આ બાબતોમાં ભાર મુકાયો

આ બજેટમાં ખાસ કરીને ખેડૂતો માટે કૃષિ અને સિંચાઈ યોજનાઓ, ગ્રામ વિકાસ અને કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સહાયની જોગવાઈઓ કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે શાળાઓના આધુનિકીકરણ, ઉચ્ચ શિક્ષણ અને કુશળતા વિકાસ પર ભાર મૂકાયો છે. રમત-ગમત, કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા પણ વિશેષ ફાળવણી કરવામાં આવી છે.

4 લાખ 8 હજાર 53 કરોડનું બજેટ

આરોગ્ય, પોષણ અને સામાજિક સેવાઓ માટે આરોગ્ય સુવિધાઓનો વિસ્તાર, પોષણ કાર્યક્રમો અને ગરીબ વર્ગ માટેની સહાય યોજનાઓને મજબૂત બનાવવામાં આવી છે. પાણી પુરવઠા અને સ્વચ્છતા ક્ષેત્રે નળથી જળ અને ગટર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો કરાયા છે. ગૃહ અને શહેરી વિકાસ હેઠળ સસ્તા મકાનો, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉર્જા, ઉદ્યોગ અને ખાણ ક્ષેત્રે રોકાણ વધારવા, રોજગારી સર્જવા અને ઔદ્યોગિક વૃદ્ધિને વેગ આપવા માટે પણ જોગવાઈઓ કરવામાં આવી છે. આમ, ₹4.08 લાખ કરોડનું આ બજેટ રાજ્યના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹29709 કરોડની જોગવાઇ

રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈ સ્પીડ કૉરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.

• રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે ₹10008 કરોડની જોગવાઇ.

• મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹5600 કરોડની જોગવાઇ.

• આદિજાતિ વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે ₹950 કરોડની જોગવાઇ.

• અલગ અલગ ચાર/છ માર્ગીય બી.ઓ.ટી. પ્રોજેકટ માટે ₹1633 કરોડની જોગવાઇ.

• ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટ માટે ₹774 કરોડની જોગવાઇ.

• ડી.એફ.સી.સી. તથા રેલ્વે ક્રૉસિંગ પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી અન્વયે ₹500 કરોડની જોગવાઇ.

• અમદાવાદ અને ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓના રહેણાક મકાનો માટે ₹312 કરોડની જોગવાઇ.

• વિવિધ જિલ્લાઓમાં સરકારી મકાનોનાં મજબૂતીકરણ અને માળખાગત સુધારણાના કામો માટે ₹200 કરોડની જોગવાઇ.

• રસ્તાઓ માટે Short Term Maintenance Contract ની કામગીરી માટે ₹150 કરોડની જોગવાઇ.

• વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા 17 તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું નિર્માણ કરવા માટે ₹138 કરોડની જોગવાઇ.

• પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરી માટે ₹400 કરોડની જોગવાઇ.

• મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે ₹40 કરોડની જોગવાઇ.

• વ્હાઈટ ટોપીંગ રસ્તાની કામગીરી માટે ₹32 કરોડની જોગવાઇ.

• GARC ભલામણ હેઠળ વિવિધ (બિલ્ડિંગ સાઇનેજ, જાળવણી, સૂચન બોક્સ વગેરે) કામગીરી કરવા માટે ₹25 કરોડની જોગવાઇ.

• સરકારી મકાનોમાં અનિવાર્ય સેવાઓ માટેના પ્રસ્થાપિત વીજળીકરણના સાધનોની વાર્ષિક મરામત અને જાળવણી માટે ₹20 કરોડની જોગવાઇ.

• સરકારી મકાનોમાં ઊર્જા બચત કરવા જરૂરી ઓટોમેશન સિસ્ટમ કાર્યરત કરવા માટે ₹14 કરોડની જોગવાઇ.

• ગુજરાત રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમના અમલીકરણ અંતર્ગત ડેટા સંગ્રહ માટે

₹10 કરોડની જોગવાઇ.

• રાજ્ય ધોરીમાર્ગો પર ટેકનિકલ ઑડિટ અને ગુણવત્તા નિયંત્રણ માટે ₹10 કરોડની જોગવાઇ.

• કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન/ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણા કરવાનું આયોજન.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ₹20006 કરોડની જોગવાઇ

રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા તથા યુવાનો અને રમતવીરોને પ્રોત્સાહન આપી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે અને તેમની પ્રતિભાનો દેશ અને દુનિયાને પરિચય થાય તેવા આયોજનો અમારી સરકારે સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે.

રમતગમત ક્ષેત્રે ₹1331 કરોડની જોગવાઇ

• અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને SVP સ્પોર્ટસ એન્ક્લેવના વિકાસ માટે ₹500 કરોડની જોગવાઇ.

• વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના ઇન્‍ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹165 કરોડની જોગવાઇ.

• અમદાવાદ-ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹101 કરોડની જોગવાઇ.

• કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા ₹100 કરોડની જોગવાઇ.

• ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના નિર્માણ માટે ₹100 કરોડની જોગવાઇ.

• વૈશ્વિક કક્ષાના હોકી સ્ટેડીયમના નિર્માણ માટે ₹90 કરોડની જોગવાઇ.

પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹226 કરોડની જોગવાઇ

• રાજ્ય રક્ષિત પુરાતત્વીય સ્મારકોના વિકાસ અને સંરક્ષણ માટે ₹5 કરોડની જોગવાઇ.

ગ્રંથાલયો માટે ₹182 કરોડની જોગવાઇ

• જિલ્લા તથા તાલુકા ગ્રંથાલયોના નિર્માણ માટે ₹128 કરોડની જોગવાઇ.

• 4 સ્માર્ટ જિલ્લા ગ્રંથાલયોના વિકાસ માટેનું આયોજન છે.

• નવરચિત 17 તાલુકા મથકો ખાતે નવા ગ્રંથાલયો શરૂ કરવાનું આયોજન છે.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી

• ગુજરાતની ધરોહરને ઉજાગર કરવા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે ₹8 કરોડની જોગવાઇ.

• નિયામક, અભિલેખાગાર હસ્તકની કચેરીઓના આર્કાઇવલ રેકર્ડના સંરક્ષણ અને પુન: સ્થાપન માટે ₹3 કરોડની જોગવાઇ.

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹2856 કરોડની જોગવાઇ

• 75 લાખ NFSA કાર્ડધારકોને અન્ન સુરક્ષાની સાથોસાથ પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે કઠોળના વિતરણ માટે ₹842 કરોડની જોગવાઇ.

• NFSA કાર્ડધારકોને યોજના મુજબ અન્ન પૂરું પાડવા ₹700 કરોડની જોગવાઇ.

• “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” અને “પીએનજી/ એલપીજી સહાય યોજના” અંતર્ગત વર્ષમાં 2 સિલિન્ડર વિનામૂલ્યે રીફીલીંગ કરી આપવા માટે ₹425 કરોડની જોગવાઇ.

• રાજ્યના 8 લાખ અંત્યોદય તથા 24 લાખ બીપીએલ એમ મળી કુલ 32 લાખ લાભાર્થી કુટુંબોને દર માસે રાહતદરે ખાંડના વિતરણ માટે ₹208 કરોડની જોગવાઇ.

• NFSA તથા NON-NFSA હેઠળનાં BPL લાભાર્થીઓને જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર નિમિત્તે કુટુંબ દીઠ ₹100 પ્રતિ લીટરના રાહતભાવે સિંગતેલના વિતરણ માટે ₹117 કરોડની જોગવાઇ.

• વાજબી ભાવના દુકાન સંચાલકોને હાલ મળતાં કમિશનમાં વધારો કરીને ₹185 પ્રતિ ક્વિન્‍ટલ કરવા માટે ₹67 કરોડની જોગવાઇ.

• 75 લાખ NFSA લાભાર્થી કુટુંબોને કાર્ડદીઠ 1 કિલો ડબલ ફોર્ટીફાઈડ મીઠાનું ₹1 પ્રતિ કિ.ગ્રા.ના અત્યંત રાહતદરે વિતરણ માટે ₹59 કરોડની જોગવાઇ.

• શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગી(નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસની જોગવાઇ.

• કાનૂની માપવિજ્ઞાન તંત્ર માટે કુલ ૬૭ જેટલા વર્કીંગ સ્ટાન્ડર્ડ લેબોરેટરીના સાધનોની ખરીદી માટે ₹૨૮ કરોડની જોગવાઇ.

• NFSA લાભાર્થીઓને અન્ન પુરવઠો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા દિઠ એક વાજબી ભાવની દુકાન પર પ્રાયોગિક ધોરણે “Automatic Grain Dispensing Machine-અન્નપૂર્તિ” કાર્યરત કરવા માટેનું આયોજન.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹33504 કરોડની જોગવાઇ

રાજ્યની લગભગ 48%થી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે. શહેરીજનોની સુખાકારી અને આજીવિકામાં વધારો થાય અને વધુ સારી જાહેર સુવિધાઓ મળે તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે.

શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે ₹16 હજાર 116 કરોડની જોગવાઇ.

શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે ₹3354 કરોડની જોગવાઇ.

અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ માટે ₹2217 કરોડની જોગવાઇ.

અમૃત મિશન 2.0 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોનો વિકાસ અને પરિવહન માળખા માટે ₹1900 કરોડની જોગવાઇ.

પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) 2.0 હેઠળ શહેરી ગરીબોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે ₹1420 કરોડની જોગવાઇ.

શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે નાણાપંચ હેઠળ ₹1376 કરોડની જોગવાઇ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ તથા AUDA વિસ્તાર માટે પેરી-અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બાહ્ય ભંડોળ માટે ₹800 કરોડની જોગવાઇ.

સ્વચ્છ ભારત મિશન(અર્બન) 2.0, નિર્મળ શહેર અને નિર્મળ ગુજરાત 2.0 માટે કુલ ₹577 કરોડની જોગવાઇ.

શહેરી વિસ્તારોને રેલ્વે ક્રૉસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવર બ્રિજ/અંડર બ્રિજ બનાવવા માટે ₹350 કરોડની જોગવાઇ.

ઝીરો વેસ્ટ શહેરો – નિર્મળ ગુજરાત 2.0 અને પિન્‍ક ટોઇલેટ માટે કુલ ₹329 કરોડની જોગવાઇ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹236 કરોડની જોગવાઇ.

શહેરી પરિવહનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી સ્માર્ટ પાર્કિંગ તથા ઇન્‍ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્‍ટ સિસ્ટમ માટે ₹200 કરોડની જોગવાઇ.

12 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના માટે ₹180 કરોડની જોગવાઇ.

ગાંધીનગર ખાતે નમો સેન્‍ટ્રલ લાઇબ્રેરી અને રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ ખાતે ડિજિટલ લાઇબ્રેરી બનાવવા કુલ ₹150 કરોડની જોગવાઇ.

દરેક મહાનગરપાલિકામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટસ ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ₹150 કરોડની જોગવાઇ.

રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ₹150 કરોડની જોગવાઇ.

લોથલ અને અંબાજીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવવા માળખાગત સુવિધાઓના વિકાસ માટે કુલ ₹147 કરોડની જોગવાઇ.

ભાવનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં MICE (Meeting, Incentives, Conferences and Exhibitions) ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર માટે ₹100 કરોડની જોગવાઇ.

મુખ્યમંત્રી નગર નવજીવન યોજના માટે ₹100 કરોડની જોગવાઇ.

SG હાઇવેને ગ્રીન શહેરી હાઇવે તરીકે વિકસાવવા માટે ₹100 કરોડની જોગવાઇ.

શહેરી વિસ્તારોમાં Mission Daily Water Supply અને જીવન ધારા યોજના અંતર્ગત કુલ ₹100 કરોડની જોગવાઇ.

આઇકોનિક અને નવીન પ્રોજેક્ટ દ્વારા શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાના હેતુથી અર્બન ચેલેન્‍જ ફંડ હેઠળ ₹100 કરોડની જોગવાઇ.

સુગમ્ય ઉદ્યાન યોજના, નમો ગૌરવ પાર્ક અને લીનીયર પાર્ક જેવા આઇકોનિક ઉદ્યાનો તથા લેક વોચ અને એર વોચ માટે ₹90 કરોડની જોગવાઇ.

કેચ ધ રેઇન યોજના માટે ₹80 કરોડની જોગવાઇ.

અગ્નિ નિવારણ સેવાની આનુષંગિક કામગીરી માટે ₹75 કરોડની જોગવાઇ.

24 નવા સબ મોડેલ ફાયર સ્ટેશન તથા ગુજરાત સ્ટેટ ફાયર એકેડમી શરૂ કરવા ₹50 કરોડની જોગવાઇ.

અફોર્ડેબલ રેન્‍ટલ હાઉસીંગ યોજના અંતર્ગત ₹50 કરોડની જોગવાઇ.

ગુજરાત અર્બન એટલાસ હેઠળ મિલકતો અને ઉપયોગિતાઓના GIS મેપિંગ તથા મુખ્ય શહેરી પ્રોજેક્ટ માટે ₹50 કરોડની જોગવાઇ.

નમો સ્વદેશી અર્બન મોલ અને સ્વદેશી મેળાઓ યોજવા માટે ₹45 કરોડની જોગવાઇ.

ગિફ્ટ સિટીમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹45 કરોડની જોગવાઇ.

PM ઈ-બસ યોજના માટે ₹40 કરોડની જોગવાઇ.

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹14858 કરોડની જોગવાઇ

ગામડાના છેવાડાના માનવીને પણ તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે રાજ્ય સરકારનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારોને પોતાનું પાકું ઘર પ્રદાન કરવા છેલ્લા 3 વર્ષમાં 2 લાખ 52 હજારથી વધુ આવાસોનું નિર્માણ કરેલ છે. તેમજ આગામી વર્ષમાં આશરે 1 લાખ 60 હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે.

“ગુજરાત સ્વચ્છ ગામ”, “સ્વસ્થ ગામ યોજના”, “મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન” તથા “નિર્મળ ગુજરાત 2.0”ને એકીકૃત કરીને “મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના” હેઠળ ₹650 કરોડની જોગવાઇ.

સક્ષમ ગ્રામ સમૃદ્ધ ગ્રામ હેઠળ ₹267 કરોડની જોગવાઇ.

મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ ₹100 કરોડની જોગવાઇ.

ગ્રામ્ય કક્ષાએ બહુઉદ્દેશીય સામાજિક માળખુ ઊભુ કરવા “અટલવાડી” યોજના હેઠળ ₹60 કરોડની જોગવાઇ.

પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ ₹50 કરોડની જોગવાઇ.

પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કુલ ₹1755 કરોડની જોગવાઇ.

વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્‍ડ આજીવિકા મિશન(ગ્રામીણ)

(VB-G RAM G) અંતર્ગત કુલ ₹1500 કરોડનું આયોજન.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના-વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ 2.0 હેઠળ ₹122 કરોડની જોગવાઇ.

પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કેટેગરી-એ માં સમાવિષ્ટ લાભાર્થીઓ માટે રાજ્ય સરકારના ફાળામાંથી(ટોપ-અપ) ₹90 કરોડની જોગવાઇ.

400 ગામોનું ગ્રે-વોટર સીધેસીધુ તળાવોમાં ભળી જતું અટકાવવા પ્રવાહી કચરાની ટ્રીટમેન્ટ માટે ₹50 કરોડની જોગવાઇ.

મિશન મંગલમ યોજના હેઠળ લખપતિ દીદીને વ્યાજ સહાય અને પ્રોત્સાહન પુરું પાડવા ₹47 કરોડની જોગવાઇ.

સ્વ-સહાય જૂથની મહિલાઓની આજીવિકામાં વધારો થાય અને સીધું માર્કેટ પ્લેટફોર્મ મળી રહે તે માટે ₹25 કરોડની જોગવાઇ.

સ્વ-સહાય જૂથની બહેનોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે કાયમી સ્થળ મળી રહે તે માટે "ગ્રામ હાટ" સ્થાપવા માટે ₹20 કરોડની જોગવાઇ.

સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના હેઠળ સામૂહિક શૌચાલયની સહાયમાં

₹2 લાખનો વધારો કરવા ₹10 કરોડની જોગવાઇ.

નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ₹25960 કરોડની જોગવાઇ

જળસંપત્તિ પ્રભાગ માટે ₹13944 કરોડની જોગવાઇ

દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹1237 કરોડ, સૌની યોજના માટે ₹473 કરોડ તથા કચ્છની યોજના માટે ₹1333 કરોડ એમ કુલ ₹3043 કરોડની જોગવાઇ.

હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે ₹1420 કરોડની જોગવાઇ.

ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા માટે મોટા ચેકડેમ-વિયર બાંધવા ₹896 કરોડની જોગવાઇ.

ડેમ સેફ્ટી માટે ₹693 કરોડની જોગવાઇ.

સાબરમતી નદી પર કુલ 14 વિયર-બેરેજ બનાવવાના કરેલ આયોજનમાં પાંચ વિયર-બેરેજનાં કામો પૂર્ણ થયેલ છે, બાકી રહેતા કામો પૂર્ણ કરવા ₹624 કરોડની જોગવાઇ.

આદિજાતિ વિસ્તારમાં ઉદ્‍વહન સિંચાઇ યોજના માટે ₹485 કરોડની જોગવાઇ.

ડાંગ જિલ્લામાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી પર 43 મોટા ચેકડેમો/વીયર બાંધકામથી 2105 હેક્ટર વિસ્તારને લાભ મળશે. જેના માટે ₹150 કરોડની જોગવાઇ.

વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર–કપરાડા ઉદ્‍વહન સિંચાઈ યોજના દ્વારા 35 ગામોના 16235 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે. જેના માટે ₹85 કરોડની જોગવાઇ.

છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્‍વહન સિંચાઈ યોજનાથી 18 તાલુકાના 51480 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન છે.

સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે. જે માટે ₹1700 કરોડની જોગવાઇ.

સરદાર સરોવર યોજના માટે કુલ ₹3317 કરોડની જોગવાઇ

અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં(ફેઝ-2) સિંચાઈ સુવિધા વધારવા માટે ₹600 કરોડની જોગવાઇ.

સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતર તાલુકાના ભાસ્કરપુરા ગામ તળાવથી ધોલેરા SIR વિસ્તારને પાઇપલાઇન દ્વારા 100 MLD પાણી પૂરું પાડવા માટે ₹300 કરોડની જોગવાઇ.

કચ્છ જિલ્લામાં દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે ₹230 કરોડની જોગવાઇ.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 11 ગામોના કમાન્ડ વિસ્તાર બહારના વિસ્તાર માટે સિંચાઇ ઉદ્‍વહન પાઈપ પ્રોજેક્ટ માટે ₹80 કરોડની જોગવાઇ.

પાણી પુરવઠા પ્રભાગ માટે ₹6984 કરોડની જોગવાઇ

લોકોના આરોગ્ય અને જીવન ધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુકત પીવાનું પાણી નિયમિત રીતે મળી રહે તે માટે રાજ્ય સરકાર ભગીરથ પ્રયત્નો કરે છે.

ધોલેરા Special Investment Regionને પાણીનો પ્રવાહ અવિતરપણે મળી રહે તે માટે નવીન 100 એમ.એલ.ડી બલ્ક પાઇપલાઇન નેટવર્ક માટે ₹650 કરોડના કામોનું આયોજન.

આદિજાતિ વિસ્તારના કુલ 14 જિલ્લાઓના 651 ગામોને આવરી લેતી 26 જૂથ યોજનાઓ માટે ₹280 કરોડની જોગવાઇ.

રાજ્યના આદિજાતિ અને અન્ય વિસ્તારો માટે મહત્વની યોજનાઓની કામગીરી જેમાં મુખ્યત્વે,

આદિવાસી વિસ્તારના ડાંગ જિલ્લાના કુલ 276 ગામો તથા 3 શહેરોનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના માટે ₹866 કરોડના કામો પ્રગતિ હેઠળ.

વાવ-થરાદ જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર આધારીત 240 ગામો માટેની સુધારણા યોજના માટે ₹346 કરોડના કામો માટે જોગવાઇ.

બનાસકાંઠા જિલ્લામાં ધરોઇ જળાશય આધારીત અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે ₹153 કરોડના કામો પ્રગતિ હેઠળ.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે. જેમાં,

અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકી થી નાવડા સુધીની બલ્ક પાઇપલાઇન માટે ₹1044 કરોડના કામો પ્રગતિ હેઠળ.

સામાન્ય વિસ્તાર તેમજ આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના 53 તાલુકાના ગામોમાં પાણી વેરાની મહત્તમ વસુલાત કરવામાં આવે તે માટે પ્રોત્સાહક રકમ આપવા

₹63 કરોડની જોગવાઇ.

પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વધુ સુદ્રઢ કરવા માટે તાલુકા કક્ષાએ 15 નવીન લેબોરેટરીની સ્થાપના માટે ₹15 કરોડની જોગવાઇ.

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹4314 કરોડની જોગવાઇ

વાહન વ્યવહાર

જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાને લઇ આધુનિક ટેકનોલોજી ધરાવતી 2963 જેટલી નવી બસો માટે ₹1286 કરોડની જોગવાઇ.

બાળકો અને સગીરોમાં ટ્રાફિક નિયમો તથા માર્ગ સલામતી અંગેની સમજ કેળવાય તે હેતુથી ટ્રાફિક ચિલ્‍ડ્રન પાર્ક વિકસાવવા ₹25 કરોડની જોગવાઇ.

ઝડપી અને પારદર્શી વહીવટ માટે E-Governance હેઠળ ₹15 કરોડની જોગવાઇ.

રાજ્યમાં વાહન તથા લાયસન્‍સ સંબંધિત પ્રિમિયમ અને એક્સપ્રેસ સેવાઓ અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરા ખાતે પૂરી પાડવા પ્રાયોગિક ધોરણે આયોજન છે.

બંદરો પ્રભાગ

વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યાંકના દ્રષ્ટિકોણથી, ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા 600 મિલિયન મેટ્રિક ટનથી 2047 સુધીમાં 3000 મિલિયન મેટ્રિક ટન સુધી વધારવાનું આયોજન છે.

ઇન્‍સેન્‍ટીવ અન્‍ડર શીપ બિલ્ડિંગ પોલિસી હેઠળ રાજ્યની શીપ બિલ્ડિંગ ક્ષમતા વધારવા જોગવાઇ.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹2634 કરોડની જોગવાઇ

ગુજરાત સેમીકન્‍ડક્ટર પોલિસી હેઠળ ₹1100 કરોડની જોગવાઇ

ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ પોલિસી અંતર્ગત સહાય માટે ₹150 કરોડની જોગવાઇ.

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹50 કરોડની જોગવાઇ.

ગુજરાતને અગ્રણી AI હબ તરીકે સ્થાપિત કરવા ગુજરાત ફ્યુચર ટેકનોલોજીસ ઇનિશીયેટીવ અંતર્ગત ₹30 કરોડની જોગવાઇ.

ગુજરાતને સ્પેસ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ડેડીકેટેડ ગુજરાત સ્પેસ ટેક પોલિસી અંતર્ગત સ્પેસ ઇકોસિસ્ટમના વિકાસ માટે ₹25 કરોડની જોગવાઇ.

પોરબંદર ખાતે રીજનલ સાયન્‍સ સેન્‍ટરની સ્થાપના માટે ₹25 કરોડની જોગવાઇ.

રાજ્યમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોને આકર્ષવા માટે GCC (Global Capability Centre) પોલિસી માટે ₹10 કરોડની જોગવાઇ.

નવીનતા આધારિત સંશોધન, સ્થિરતા અને રોજગાર સર્જન દ્વારા હાઈ-પરફોર્મન્સ બાયોમેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા BioE3 સેલની સ્થાપના કરવામાં આવશે.

વાવ-થરાદ જિલ્લા ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રની સ્થાપના કરવામાં આવશે.

ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹13942 કરોડની જોગવાઇ

પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે ₹3090 કરોડની જોગવાઇ

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ યાત્રાધામોના વિકાસ માટે કુલ ₹550 કરોડની જોગવાઇ. તે પૈકી અંબાજી યાત્રાધામ ખાતે સુવિધાઓ વિકસાવવા માટે ₹300 કરોડની જોગવાઇ.

પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવા ₹100 કરોડની જોગવાઇ.

દાહોદ ખાતે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર ખાતેનાં હયાત એરપોર્ટના વિસ્તરણ માટે ₹95 કરોડની જોગવાઇ.

નાના શહેરો/આંતરિક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે હવાઇ માર્ગે જોડવાના ધ્યેય સાથે Viability Gap Funding યોજના હેઠળ ₹78 કરોડની જોગવાઇ.

વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન વિઝન હેઠળ સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી માટે ₹20 કરોડની જોગવાઇ.

ભારત સરકારના "ઉડે દેશ કા આમ નાગરીક” (ઉડાન)ના વિઝન અંતર્ગત Regional Connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા ₹20 કરોડની જોગવાઇ.

આસ્થાના કેન્દ્ર અંબાજી, ડાકોર, દ્વારકા, માતાનો મઢ(આશાપુરા) તેમજ ગીરનાર ખાતે મહાશિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ તથા માઁ નર્મદા પરિક્રમા પથ ખાતે પદયાત્રીઓ માટે સુવિધાઓ ઊભી કરવા ₹20 કરોડની જોગવાઇ.

લોથલ ખાતે બેઝિક ફેસિલિટી વિકસાવવા અર્થે ડેવલપમેન્ટ ઓફ ટ્રંક ફેસિલિટી ફોર પીપીપી પાર્સલ એટ લોથલ માટે જોગવાઇ.

ગુજરાતને વૈભવી અને સંસ્કૃતિથી સમૃદ્ધ લગ્ન સ્થળ તરીકે સ્થાપિત કરવા “વેડ ઇન ગુજરાત” કેમ્‍પેઇન માટેનું આયોજન.

આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્રો જેવા કે, માનગઢ ખાતે આદિવાસી બલિદાન દિવસ, દેવમોગરા ખાતે પાંડોરી માતા મહાશિવરાત્રી મહોત્સવ અને શબરી ધામ

શ્રી રામ શબરી મિલન મહોત્સવ ઉજવવા તેમજ અનુસૂચિત જાતિના આસ્થાના કેન્દ્રોમાં આ રીતે આયોજન કરવા માટે જોગવાઇ.

ઉદ્યોગ અને ખાણ માટે ₹9873 કરોડની જોગવાઇ

ટેક્સટાઇલ એકમોનાં પ્રોત્સાહન અર્થે ₹2755 કરોડની જોગવાઇ.

આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્‍સ ટુ MSME માટે ₹1775 કરોડની જોગવાઇ.

ધોલેરા ખાતે ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ઓગ્મેન્‍ટેશન હેઠળ રસ્તાઓનો વિકાસ કરવા માટે ₹182 કરોડની જોગવાઇ.

ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રકચરને સહાય યોજના અંતર્ગત ₹55 કરોડની જોગવાઇ.

ઔદ્યોગિક પાર્કને સહાય યોજના અંતર્ગત ₹55 કરોડની જોગવાઇ.

દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતમાં CETP માટે ₹50 કરોડની જોગવાઇ.

અદ્યતન સુવિધાઓ સાથેના વૈશ્વિક કક્ષાના સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના માટે ₹50 કરોડનું આયોજન.

ગુજરાત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક ફેસીલીટીઝને સહાય યોજના અંતર્ગત ₹30 કરોડની જોગવાઇ.

ઔદ્યોગિક વસાહતોને જોડતાં રસ્તાઓની સ્વચ્છતા માટે ₹10 કરોડની જોગવાઇ.

રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GEPC)ની સ્થાપના કરવાનું આયોજન.

કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ માટે ₹979 કરોડની જોગવાઇ

"વાજપાઈ બેંકેબલ યોજના" હેઠળ સબસિડી સહાય માટે ₹494 કરોડની જોગવાઇ.

ખાદી સંસ્થા/મંડળીઓને વિવિધ સ્થળોએ પ્રદર્શન મેળા યોજી વેચાણ ક્ષમતા વધારવા ₹57 કરોડની જોગવાઇ.

One District One Product(ODOP) ઉત્પાદનોને પ્રોત્સાહન મળી રહે તે માટે ₹25 કરોડની જોગવાઇ.

કુટિર પ્રભાગના પરંપરાગત કારીગરોને આધુનિક ડિજિટલ માર્કેટ સાથે જોડી તેમની આવક વધારવાના હેતુથી ઇ- કોમર્સ માટે સહાય.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹24022 કરોડની જોગવાઇ

પાક કૃષિ વ્યવસ્થા

ખેડૂતોને વીજ સહાય આપવા ₹9324 કરોડની જોગવાઇ.

સૂક્ષ્મ સિંચાઇ માટે ₹1250 કરોડની જોગવાઇ.

કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેક્ટર ખરીદી સહાય માટે ₹800 કરોડની જોગવાઇ.

કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય માટે ₹765 કરોડની જોગવાઇ.

નાના ગોડાઉન બનાવવા “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” અંતર્ગત અંદાજિત 15 હજાર 436 ખેડૂતોને ₹1 લાખ સહાય આપવા ₹154 કરોડની જોગવાઇ.

ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં ₹4 લાખ સુધીનું વીમા રક્ષણ આપવા ₹146 કરોડની જોગવાઇ.

અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રીપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા ₹77 કરોડની જોગવાઇ.

ખેડૂત ખાતેદારને વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવા મુખ્યમંત્રી સોઈલ હેલ્થ અભિયાન માટે ₹14 કરોડની જોગવાઇ.

ડાંગર, કઠોળ પાક, તેલીબિયાં પાક, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટેના છ (6) સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઉભા કરવા ₹12 કરોડની જોગવાઇ.

જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા ₹10 કરોડની જોગવાઇ.

બાગાયત ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ ₹798 કરોડની જોગવાઇ.

ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના કાર્યક્રમથી ખેડૂતોની આવક વધારવા ₹30 કરોડની જોગવાઇ.

રાઈઝોમેટીક(આદુ અને હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ માટે ₹12 કરોડની જોગવાઇ.

રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ જામનગર, ભૂજ અને ખેડબ્રહ્મા ખાતેની કોલેજોમાં માળખાકીય સુવિધા ઊભી કરવા તેમજ કૃષિ યુનિવર્સિટીઓના આધુનિકીકરણ, વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે ₹1063 કરોડની જોગવાઇ.

પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹392 કરોડની જોગવાઇ.

“મુખ્યમંત્રી ગૌમાતા પોષણ” યોજના અંતર્ગત ₹500 કરોડની જોગવાઇ.

કામધેનુ યુનિવર્સિટીના પશુ વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનની વિવિધ યોજનાઓ માટે ₹424 કરોડની જોગવાઇ.

ગાભણ પશુ અને વિયાણ થયેલ પશુ માટે ખાણદાણ સહાયની યોજનામાં કુલ 1 લાખ 53 હજાર લાભાર્થીઓ આવરી લેવા ₹61 કરોડની જોગવાઇ.

રાજ્યમાં ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે ₹56 કરોડની જોગવાઇ.

મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે ₹52 કરોડની જોગવાઇ.

દરેક જિલ્લાની "પશુ કલ્યાણ સમિતિ"ને સહાય માટે ₹34 કરોડની જોગવાઇ.

મોટા દુધાળાં પશુના ડેરી ફાર્મ માટે ₹32 કરોડની જોગવાઇ.

કામધેનુ યુનિવર્સિટી હેઠળ ભૂજ અને હિંમતનગર ખાતેની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયનાં સુદ્રઢીકરણ માટે ₹18 કરોડની જોગવાઇ.

ખેડૂતો-પશુપાલકોને સુધારેલ જાતના બિયારણ મીનીકીટ પૂરી પાડવા અને ચાફકટરની ખરીદી પર સહાય આપવા ₹16 કરોડની જોગવાઇ.

સેક્સ્‍ડ સીમેન ડોઝના ઉત્પાદન માટે ₹13 કરોડની જોગવાઇ.

પશુઓમાં વંધ્યત્વ નિવારણ માટેના કેમ્પ આયોજિત કરવા ₹13 કરોડની જોગવાઇ.

મરઘા પાલન માટે આર.આઈ.આર. પક્ષી એકમ અને બ્રોઇલર પક્ષી ફાર્મ માટે સહાય આપવા ₹12 કરોડની જોગવાઇ.

પાડી-વાછરડી ઉછેર માટે સહાય પૂરી પાડવા ₹12 કરોડની જોગવાઇ.

બકરા એકમ સહાય માટે કુલ ₹11 કરોડની જોગવાઇ.

પશુઓમાં ગર્ભધારણનું નિદાન કરવા Rapid Test Kit માટે ₹10 કરોડની જોગવાઇ.

કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન મહુવા-ભાવનગર ખાતે મત્સ્ય વિજ્ઞાન માટે ₹9 કરોડની જોગવાઇ.

દુધાળાં પશુના વીમાનાં પ્રીમિયમ પર સહાય માટે ₹6 કરોડની જોગવાઇ.

કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા જોગવાઇ.

સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકોને પ્રોત્સાહન આપવા જોગવાઇ.

પશુપાલકોને પશુમાં IVFથી ગર્ભધારણ માટેની સહાય આપવા જોગવાઇ.

ઉકાઈ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ઈન એક્વાકલ્ચર, મોનોસેક્સ તીલાપીયા હેચરીની સ્થાપના માટેનું આયોજન.

રાજ્યના નોટિફાઈડ 104 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹361 કરોડની જોગવાઇ.

માછીમારોને ડીઝલ ખરીદી પર વેટ રાહત સહાય માટે ₹300 કરોડની જોગવાઇ.

પ્રધાનમંત્રી મત્સ્યસંપદા તળે લાભાર્થીલક્ષી યોજના માટે ₹128 કરોડની જોગવાઇ.

ભાંભરાપાણીમાં મત્સ્યોદ્યોગ માટે ₹115 કરોડની જોગવાઇ.

આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્ર માટે સામાન્ય વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ લાભાર્થીઓ માટે ₹112 કરોડની જોગવાઇ.

દરિયાઇ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિવિધ સાધન ખરીદી ઉપર સહાય તેમજ પાકિસ્તાન ખાતે જેલમાં બંધ માછીમારોને આર્થિક સહાય માટે ₹107 કરોડની જોગવાઇ.

આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્રે તથા ભાંભરા પાણીમાં ફીશ કેજ કલ્ચર કરતા મત્સ્ય ખેડૂતોને ઈનપુટ સહાય માટે ₹51 કરોડની જોગવાઇ.

દરિયાઈ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ટ્રોલર/ડોલનેટર/ગીલનેટર બોટોને માછીમારી જાળ અને હુક એન્‍ડ લાઇન ઉપર સહાય પેટે ₹40 કરોડની જોગવાઇ.

ડીપ-સી ફીશીંગ વેસલ્સ ઉપર સહાય માટે ₹15 કરોડની જોગવાઇ.

આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટે ફિશ પ્રોસેસીંગ પ્લાન્ટની સ્થાપના માટે ₹10 કરોડની જોગવાઇ.

મત્સ્યોદ્યોગ કાયદાના અમલીકરણ માટે મરીન એન્ફોર્સમેન્ટ વિંગ માટે જોગવાઇ.

સમયસર ચુકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓને ₹3 લાખ સુધી ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ આપવા માટે ₹1539 કરોડની જોગવાઇ.

ગોડાઉન નિર્માણ યોજના અંતર્ગત મંડળીઓ અને સંધોને સહાય માટે ₹30 કરોડની જોગવાઇ.

પેક્સ દ્વારા ગોડાઉન નિર્માણ માટે સહાય આપવા ₹21 કરોડની જોગવાઇ.

ખાંડ સહકારી મંડળીઓને લોન પર વ્યાજ સહાય આપવા ‘સાકર’ યોજના અંતર્ગત સામાન્ય અને આદિજાતિ વિસ્તારો માટે કુલ ₹20 કરોડની જોગવાઇ.

સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹2910 કરોડની જોગવાઇ

ગુજરાત વહીવટી સુધારણા પંચની ભલામણોથી વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે ₹2102 કરોડની જોગવાઇ.

અટલ સ્વાન્‍ત: સુખાય યોજના અંતર્ગત સરકારી કર્મચારી/અધિકારીને તેમની વ્યક્તિગત રૂચિ અને સર્જનાત્મકતા સાથે નવીન જાહેર હેતુના પ્રોજેક્ટ હાથ ધરવા પ્રોત્સાહિત કરવા ₹7 કરોડની જોગવાઇ.

મહેસૂલ વિભાગ માટે કુલ ₹5552 કરોડની જોગવાઇ

કુદરતી આફતો સામે રાહત આપવા ₹2145 કરોડની જોગવાઇ.

સુરેન્દ્રનગર, મહુધા, માળીયા, લાઠી, ટંકારા, ઉમરેઠ, અબ્રામા ખાતે નવા મહેસૂલી ભવનના બાંધકામ તથા દસક્રોઇ, ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસૂલી ભવનના વિસ્તરણ અને 51 તાલુકાઓમાં અંદાજિત પ62 મહેસૂલી કર્મચારીઓની વસાહતના બાંધકામ માટે ₹240 કરોડની જોગવાઇ.

વિવિધ મહેસૂલી કચેરીઓ ખાતે 1546 નવી જગ્યાઓ ઊભી કરવા જોગવાઇ.

ગૃહ વિભાગ માટે કુલ ₹14265 કરોડની જોગવાઇ

પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ 20 હજાર 444 રહેણાક મકાનો પૂરા પાડવાના આયોજન છે. જે માટે આ બજેટમાં ₹1571 કરોડની જોગવાઇ.

રાજ્યના પોલીસ બિન રહેણાક મકાનો કે જેમાં વિવિધ જિલ્લાઓની કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા કુલ-107 મકાનો બનાવવા ₹136 કરોડની જોગવાઇ.

DIAL 112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી 3 હજાર જગ્યાઓ ઊભી કરવા જોગવાઇ.

Rogue Drone તોડી પાડવા ચાર Anti Drone Systemની ખરીદી માટે ₹20 કરોડની જોગવાઇ.

આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ પેટ્રોલીંગને સુદ્રઢ કરવા 50 Special Operational Vehicle ખરીદવા ₹9 કરોડની જોગવાઇ.

કાયદા વિભાગ માટે કુલ ₹2702 કરોડની જોગવાઇ

દરેક વ્યકિતને સરળતાથી સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા અમારી સરકાર કાર્યરત છે.

વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે ₹324 કરોડની જોગવાઇ.

ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાકના મકાનો માટે ₹225 કરોડની જોગવાઇ.

હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેકટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન માટે ₹22 કરોડની જોગવાઇ.

માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹452 કરોડની જોગવાઇ

ગુણવત્તા સમન્‍વિત પ્રોત્સાહન નીતિ અંતર્ગત ગુજરાતી ચલચિત્રોને સહાય ચૂકવવા ₹23 કરોડની જોગવાઇ.

રાજ્યના રાજકીય-સામાજિક ઈતિહાસને દર્શાવતા અખબારો અને પુસ્તકોના ડિજિટાઈઝેશન માટે જોગવાઇ.

અંતરિયાળ વિસ્તારોમાંથી મુખ્ય મથકોએ ઝડપથી સમાચાર મોકલી શકાય તે હેતુથી પ્રાયોગિક ધોરણે મોબાઇલ જર્નાલિઝમ (MOJO) કીટ પૂરી પાડવામાં આવશે.

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹4842 કરોડની જોગવાઇ

કિસાન સૂર્યોદય યોજના મારફત ખેડૂતો માટે દિવસના સમયે વીજ પુરવઠો આપી શકાય તે સુનિશ્ચિત કરી રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતાં કુલ 17 હજાર 249 ગામોમાં આવેલ ખેતી આધારિત કુલ 20 લાખ 85 હજાર વીજગ્રાહકો પૈકી 17 હજાર 52 ગામોમાં 19 લાખ 9 હજાર વીજગ્રાહકોને દિવસે વીજળી આપવામાં આવી રહેલ છે.

આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણ આપવા માટે ₹1166 કરોડની જોગવાઇ.

ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹500 કરોડની જોગવાઇ.

સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે ₹350 કરોડની જોગવાઇ.

આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુકત વીજળી પૂરી પાડવા જનજાતિય કલ્યાણ યોજના હેઠળ ₹201 કરોડની જોગવાઇ.

પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ માટે ₹200 કરોડની જોગવાઇ.

રસ્તાઓના વિસ્તૃતિકરણ વખતે અડચણરૂપ હયાત ટ્રાન્‍સમીશન લાઇન અને સંલગ્ન વીજમાળખાનું શિફટીંગ કરવા માટે ₹125 કરોડની જોગવાઇ.

ઊર્જા સંરક્ષણ યોજના માટે ₹100 કરોડની જોગવાઇ.

રાજ્યના યાત્રાધામોમાં સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે હેતુ ગ્રીન અને વીજસલામત ઝોન વિકસિત કરવા ₹100 કરોડની જોગવાઇ.

હાલના ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે ₹100 કરોડની જોગવાઇ.

રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હિકલ(EV) ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે ₹50 કરોડની જોગવાઇ.

ખેતીવાડી ફીડરોના નેટવર્કની સુધારણા માટે “સર્જન યોજના” અંતર્ગત ₹25 કરોડની જોગવાઇ.

વીજ સલામતી પ્રત્યે જન જાગૃતિ કેળવી અકસ્માત નિવારણ તથા વીજ કર્મચારીની વ્યક્તિગત સુરક્ષા માટે સાધનોની ખરીદી હેતુ ₹7 કરોડની જોગવાઇ.

ઊર્જા ક્ષેત્રે સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાના હેતુસર એનર્જી ઇનોવેશન ફંડ માટે ₹5 કરોડની જોગવાઇ.

વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹3560 કરોડની જોગવાઇ

કચ્છના બન્ની પ્રદેશમાં આવેલ છારી-ઢંઢ જળપ્લાવિત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત રામસર સાઇટમાં સમાવેશ થયેલ છે. આ સાથે જ રામસર સાઇટમાં સામેલ ગુજરાતના સ્થળોની સંખ્યા વધીને પાંચ થઇ છે. વધુમાં, વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં વધારો કરવામાં આપણું રાજ્ય દેશમાં મોખરે છે.

વન વિસ્તાર બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા

₹750 કરોડની જોગવાઇ.

વનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી માટે ₹667 કરોડની જોગવાઇ.

વન્યપ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે ₹469 કરોડની જોગવાઇ.

વળતર વનીકરણ તેમજ અન્ય વન વિકાસલક્ષી કામગીરીઓ માટે ₹372 કરોડની જોગવાઇ.

વનોની ગીચતા વધારવા ટકાઉ વન વ્યવસ્થાપન માટે JICA પ્રોજેકટ હેઠળ ₹258 કરોડની જોગવાઇ.

જિલ્લા અને તાલુકા સ્તરે માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા ₹102 કરોડની જોગવાઇ.

10 નવીન ઘાસ ગોડાઉન બાંધકામ અને કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્‍ડ રીસ્ટોરેશન માટે ₹68 કરોડની જોગવાઇ.

સામાજિક વનીકરણ ક્ષેત્રે નર્સરીઓમાં મોટા રોપા તૈયાર કરવા ₹50 કરોડની જોગવાઇ.

તૃણભક્ષી પ્રાણીઓ માટે બ્રીડિંગ સેન્‍ટર બનાવવા અને ડીસા ખાતે પ્રાણી સંગ્રહાલય બનાવવા ₹40 કરોડની જોગવાઇ.

નદીઓના બન્ને કાંઠે સઘન વાવેતર થકી રીવરાઇન લેન્‍ડસ્કેપ રીસ્ટોરેશન એન્‍ડ ડેવલપમેન્‍ટ તેમજ ગ્રીન વોલ ઓફ અરવલ્લી હેઠળ ₹32 કરોડની જોગવાઇ.

હેરીટેજ વૃક્ષોના રક્ષણ માટે એગ્રો ફોરેસ્ટ્રી તેમજ હેરીટેજ ટ્રી ટુ ફાર્મર્સ માટે ₹26 કરોડની જોગવાઇ.

ગાંધીનગર અને અમદાવાદ વિસ્તારને “વન કવચ” હેઠળ સુશોભિત કરી હરિયાળુ બનાવવા ₹25 કરોડની જોગવાઇ.

ઇકો ટુરિઝમ અને દરિયાઇ પર્યટન વિકસાવવા તેમજ આઇલેન્‍ડ વિકસાવવા માટે ₹20 કરોડની જોગવાઇ.

આદિજાતિ વિસ્તારમાં કૌશલ્ય વર્ધનથી વનવાસીઓની રોજગારીમાં સુધારો કરવા ₹10 કરોડની જોગવાઇ.

આહવા ખાતે વન વિજ્ઞાન કેન્‍દ્રની સ્થાપના કરવા અને અંબાજી ખાતે લોગ હટ બનાવવા ₹8 કરોડની જોગવાઇ.

અખિલ ભારતીય રમતગમત સ્પર્ધા-2026નું આયોજન કરવા ₹7 કરોડની જોગવાઇ.

ક્લાઇમેટ ચેન્‍જ વિભાગ માટે કુલ ₹429 કરોડની જોગવાઇ

ગુજરાતે ક્લાઇમેટ એક્શન ટ્રેકર પોર્ટલ લોન્‍ચ કરી દેશમાં ક્લાઇમેટ સૂચકાંકો સંબંધિત માહિતી જિલ્લા સ્તરે પ્રદર્શિત કરતું પોર્ટલ બનાવનાર દેશના પ્રથમ રાજ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરેલ છે.

સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે ₹278 કરોડની જોગવાઇ.

બેટરી સંચાલિત દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની ખરીદી પર સબસિડી આપવા

₹16 કરોડની જોગવાઇ.

ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે જેવી 70 જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે ₹12 કરોડની જોગવાઇ.

રાજ્યની શાળાના બાળકોમાં Climate Experimental Learning Module દ્વારા મિશન લાઇફ પ્રવૃત્તિની જાગરૂકતા વધારવા ₹9 કરોડની જોગવાઇ.

ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા હસ્તકના સ્મશાનગૃહોમાં 1200 સ્મશાનભઠ્ઠીઓ બેસાડવા ₹7 કરોડની જોગવાઇ.

ગુજરાતમાં ગ્રીન સ્ટાર્ટઅપ એક્સિલરેશન કાર્યો માટે ₹5 કરોડની જોગવાઇ.

રાજ્યની સરકારી ઇમારતો પર સ્થાપિત સોલાર રૂફટોપ/વિન્ડ/હાઈબ્રીડ સિસ્ટમ માટે IOT આધારિત મોનિટરિંગ વ્યવસ્થા માટેનું આયોજન.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now