Home Gujarat Rajkot Rajkot Child Marriage 122 Cases Marriage Certificate Rejected

રાજકોટ મનપા આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો : મેરેજ સર્ટિફિકેટ મેળવા કરેલી અરજીમાં ભાંડો ફૂટ્યો

RMC
Published by: Chintan Chavda
Last Updated: May 05, 2026, 10:44 AM IST

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં શહેરમાં બાળલગ્નના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. લગ્ન નોંધણી માટે કરાયેલી ઑનલાઇન અરજીઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે 2025 થી અત્યાર સુધી કુલ 122 અરજીઓ એવી હતી, જેમાં લગ્ન સમયે વર અને કન્યાની ઉંમર કાયદેસર મર્યાદાથી ઓછી હતી. આ તમામ અરજીઓને રાજકોટ મહાનગરપાલિકાએ નામંજૂર કરી દીધી છે.

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મોટી સંખ્યામાં લોકો લગ્ન સર્ટિફિકેટ મેળવવા માટે ઑનલાઇન અરજી કરવા લાગ્યા. અરજીની પ્રક્રિયા દરમિયાન ઉંમર સંબંધિત વિગતો ચકાસતા આરોગ્ય વિભાગને આ ગેરરીતિઓનો ભાંડો ફૂટ્યો હતો. આ ઘટનાએ સમાજમાં બાળલગ્ન અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા ઉભી કરી છે.

10,433 અરજીઓમાં 122 કેસ શંકાસ્પદ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ માહિતી આપતા જણાવ્યું કે જાન્યુઆરી 2025થી એપ્રિલ 2026 સુધીમાં કુલ 10,433 અરજીઓ લગ્ન નોંધણી માટે પ્રાપ્ત થઈ હતી. જેમાંથી 122 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે, જ્યારે બાકીની અરજીઓ નિયમ મુજબ સ્વીકારવામાં આવી છે.

તેમના જણાવ્યા મુજબ, રિજેક્ટ થયેલી અરજીઓમાં મુખ્ય કારણ એ હતું કે લગ્ન સમયે વરની ઉંમર 21 વર્ષથી ઓછી અને કન્યાની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. આ કાયદેસર મર્યાદાનો ભંગ થતો હોવાથી મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવી શકતું નથી.
ગુજરાતમાં 53 કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ: આંતરરાજ્ય રેકેટના 10 આરોપી ઝડપાયા

વર્ષો જૂના લગ્ન હવે આવ્યા સામે

આ કેસોમાં એક મહત્વપૂર્ણ બાબત એ છે કે મોટાભાગના લગ્ન ઘણા વર્ષો પહેલાં થયા હતા, પરંતુ લોકો હવે વિવિધ જરૂરિયાતોને કારણે મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરી રહ્યા છે. અરજી વખતે જ તેમને ખબર પડી રહી છે કે તેમના લગ્ન કાયદેસર ઉંમર મર્યાદા મુજબ નહોતા.

આ પરિસ્થિતિમાં રાજકોટ મનપા પાસે કાયદેસર રીતે આ અરજીઓ સ્વીકારવાનો વિકલ્પ નથી, જેના કારણે તમામ 122 અરજીઓને નામંજૂર કરવામાં આવી છે. આથી સ્પષ્ટ થાય છે કે બાળલગ્નના ઘણા કિસ્સાઓ સમય બાદ પણ બહાર આવી રહ્યા છે.
GSEB ધોરણ 10નું પરિણામ કાલે સવારે 8 વાગ્યે જાહેર થશે: Whatsapp દ્વારા પણ જોઈ શકાશે રિઝલ્ટ, જાણો કેવી રીતે

સમાજ કલ્યાણ તંત્ર સામે પ્રશ્નચિહ્ન

આ ખુલાસા બાદ સમાજ કલ્યાણ વિભાગ અને સ્થાનિક તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. જો આ લગ્ન સમયસર નોંધાયા હોત, તો આ પ્રકારની ગેરરીતિઓને વહેલી તકે રોકી શકાય તેમ હતું. નિષ્ણાતોના મતે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જાગૃતિનો અભાવ પણ આ સમસ્યાનું એક મુખ્ય કારણ છે.

બાળલગ્ન પર પ્રતિબંધ હોવા છતાં આવી ઘટનાઓ સામે આવવી એ ચિંતાજનક છે. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સુરક્ષાને અસર કરતી આ સમસ્યા માટે સંકલિત પ્રયાસોની જરૂરિયાત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now