logo-img
Huge Provision Of 4842 Crore For Energy And Petrochemicals Department

ખેડૂતોના દિવસને રોશન કરશે ગુજરાત સરકાર! : ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે ₹4842 કરોડની મોટી જોગવાઈ, કિસાન સૂર્યોદય યોજનાને નવો વેગ

ખેડૂતોના દિવસને રોશન કરશે ગુજરાત સરકાર!
Published by: Offbeat Team
| Last Updated: Feb 18, 2026, 09:59 AM IST

Gujarat Budget: ગુજરાત બજેટ 2026-27માં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹4842 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ રકમ ખેડૂતોને દિવસના સમયે વીજળી પુરી પાડવા, આદિજાતિ તથા સાગરકાંઠા વિસ્તારોમાં નવા વીજ જોડાણો, સબસ્ટેશનોની સ્થાપના, ઊર્જા સંરક્ષણ, EV ચાર્જિંગ અને અન્ય આધુનિક યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

મુખ્ય જોગવાઈઓ અને યોજનાઓ:

કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે ₹500 કરોડની જોગવાઈ.

આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વીજ જોડાણો માટે ₹1166 કરોડ.

સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા ₹350 કરોડ.

જનજાતીય કલ્યાણ યોજના હેઠળ આધુનિક ટેક્નોલોજીથી સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો માટે ₹201 કરોડ.

પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ-અલોન ઓફ-ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ માટે ₹200 કરોડ.

રસ્તાઓના વિસ્તૃતિકરણ વખતે અડચણરૂપ ટ્રાન્સમિશન લાઇન્સનું શિફ્ટિંગ માટે ₹125 કરોડ.

ઊર્જા સંરક્ષણ યોજના માટે ₹100 કરોડ.

યાત્રાધામોમાં સતત વીજ પુરવઠો જાળવવા ગ્રીન અને વીજસલામત ઝોન વિકસાવવા ₹100 કરોડ.

ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્ડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવા ₹100 કરોડ.

રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હિકલ (EV) ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ₹50 કરોડ.

ખેતીવાડી ફીડરોના નેટવર્ક સુધારણા માટે “સર્જન યોજના” અંતર્ગત ₹25 કરોડ.

વીજ સલામતી જાગૃતિ, અકસ્માત નિવારણ તથા કર્મચારી સુરક્ષા સાધનો માટે ₹7 કરોડ.

ઊર્જા ક્ષેત્રે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા એનર્જી ઇનોવેશન ફંડ માટે ₹5 કરોડ.

આ જોગવાઈઓ દ્વારા રાજ્ય સરકાર ખેડૂતોની વીજ જરૂરિયાતો પૂરી કરવા, ગ્રામીણ વિસ્તારોમાં વીજ માળખાને મજબૂત કરવા અને નવીનીકરણીય ઊર્જા તથા ગ્રીન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકી રહી છે. આ બજેટ ગુજરાતને વધુ ઊર્જા સુરક્ષિત અને ટકાઉ વિકાસ તરફ લઈ જશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now