logo-img
634 Crores Have Been Provided In The Budget For The Department Of Science And Technology

ગુજરાતને અગ્રણી AI હબ તરીકે સ્થાપિત થશે! : વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે બજેટમાં 634 કરોડની કરાઈ જોગવાઈ

ગુજરાતને અગ્રણી AI હબ તરીકે સ્થાપિત થશે!
Published by: Offbeat Team
| Last Updated: Feb 18, 2026, 12:02 PM IST

ગુજરાતના વર્ષ 2026-27ના બજેટમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹2634 કરોડની જોગવાઈ કરીને રાજ્યને ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રે અગ્રેસર બનાવવાનો દૃઢ નિશ્ચય વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાત સેમીકન્ડક્ટર પોલિસી હેઠળ ₹1100 કરોડ ફાળવીને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રોકાણ અને રોજગાર સર્જનને વેગ આપવામાં આવશે. સાથે જ ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ પોલિસી અંતર્ગત સહાય માટે ₹150 કરોડની જોગવાઈ કરીને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવશે.

ગુજરાતને અગ્રણી AI હબ તરીકે સ્થાપિત થશે!

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ₹50 કરોડ ફાળવાયા છે, જે ભવિષ્યના સ્માર્ટ ઔદ્યોગિક શહેર તરીકે તેને મજબૂત બનાવશે. ગુજરાતને અગ્રણી AI હબ તરીકે સ્થાપિત કરવા “ગુજરાત ફ્યુચર ટેકનોલોજીસ ઇનિશીયેટીવ” હેઠળ ₹30 કરોડ ફાળવાયા છે. ઉપરાંત રાજ્યને સ્પેસ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે ડેડીકેટેડ “ગુજરાત સ્પેસ ટેક પોલિસી” અંતર્ગત સ્પેસ ઇકોસિસ્ટમના વિકાસ માટે ₹25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વિજ્ઞાન પ્રસાર અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા પોરબંદર ખાતે રીજનલ સાયન્સ સેન્ટરની સ્થાપના માટે ₹25 કરોડ ફાળવાયા છે. રાજ્યમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોને આકર્ષવા GCC (Global Capability Centre) પોલિસી માટે ₹10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવશે

નવીનતા આધારિત સંશોધન, સ્થિરતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા BioE3 સેલની સ્થાપના કરવામાં આવશે, જે હાઈ-પરફોર્મન્સ બાયોમેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી તકો ઊભી કરશે. ઉપરાંત વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવશે. આ તમામ પહેલો ગુજરાતને ટેકનોલોજી, સંશોધન અને ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રે નવી ઊંચાઈ પર પહોંચાડશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now