સુરતના લિંબાયત વિસ્તારમાં આગામી તહેવારો જેમ કે ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદને લઈને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સ્થાનિક લિંબાયત પોલીસ અને પેરામિલેટરી સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
સંવેદનશીલ લિંબાયત વિસ્તારમાં ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. જેમાં ACP, લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર, સ્થાનિક પોલીસકર્મીઓ અને પેરામિલેટરી સ્ટાફએ ભાગ લીધો હતો. આ દરમિયાન નીલગિરી સર્કલ, મદીના મસ્જિદ, મીઠી ખાડી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ચેકિંગ અને સઘન નજર રાખવામાં આવી રહી છે.
શાંતિ અને સદભાવનાથી તહેવાર ઉજવવાની અપીલ
ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગનો ઉદ્દેશ શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જાળવવો અને કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવી છે. પોલીસ દ્વારા સ્થાનિક લોકોને પણ શાંતિ અને સદભાવનાથી તહેવાર ઉજવવાની અપીલ કરવામાં આવી છે.