Mahisagar News: મહીસાગરના લુણાવાડામાં આવેલ દોલતપુરા ગામમાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી, હાઇડ્રો પાવર પ્લાન્ટમાં શ્રમજીવીઓ કામ કરતા હતા ત્યારે અચાનક નદીનું પાણી આવી જતા 5 કામદારો ડૂબ્યા હતા. ઘટનાનાં 40 કલાક બાદ સ્થાનિક ફાયરની ટીમ અને NDRF-SDRF ની ટીમને કામદારોના કુલ 4 મૃતદેહ શોધવામાં સફળતા મળી આવ્યા છે.
4ના મૃતદેહો મળી આવ્યા
અત્રે જણાવીએ કે, હાઇડ્રો પાવર પ્લાન્ટમાં કામ કરતા 15 કામદારો પૈકી 5 કામદારો ડૂબ્યા હતા. જેમાંથી 4ના મૃતદેહો મળી આવ્યા છે જ્યારે અન્યની શોધખોળ ચાલી રહી છે. નરેશભાઈ સોલંકી વાયરમેન કે જેઓ ગોધરાના હતા તેમનો મૃતદેહ સાંજે મળી આવ્યો હતો ત્યારે અન્ય ત્રણ કામદારોના મૃતદેહો મોડી રાત્રે અને વહેલી સવારે મળી આવ્યા હતા.
મૃતકોના નામ
1) નરેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી - ગોધરા
2) શૈલેષભાઈ રાયજીભાઈ માછી - દોલતપુરા
3) શૈલેષભાઈ રમેશભાઈ માછી -દોલતપુરા
4) અરવિંદભાઇ ડામોર - આંકલીયા
આમ કુલ 4 કામદારોના મૃતદેહ મળ્યા હજુ એકની શોધખોળ ચાલુ
શું છે સમગ્ર મમલો?
હાઇડ્રો પાવર પ્લાન્ટમાં મશીનરી રીપેરીંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે મહીસાગર નદીનું પાણી અચાનક પ્લાન્ટમાં આવી જતા દુર્ઘટના સર્જાઈ હતી. પ્લાન્ટમાં કાર્યરત 15 શ્રમજીવીઓમાંથી 5 શ્રમિકો પાણીના વહેણમાં સપડાઈ ગયા અને ડૂબ્યા હતા.