અમદાવાદમાં 12 લોકોની નરબલી કરનાર આરોપી ભૂવાને ઝડપી પાડવા માટે પોલીસે વ્યાપક તપાસ શરૂ કરી છે. આ કઠિન અને જોખમી કામગીરી માટે ગૃહ વિભાગે મોટી જાહેરાત કરી છે.
અમદાવાદ શહેર પોલીસના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) ઝોન-7 શિવમ વર્મા અને તેમની સમગ્ર ટીમને ગૃહ વિભાગે રૂ. 4.15 લાખના રોકડ ઇનામ સાથે પ્રશસ્તિ પત્ર એનાયત કરવાની જાહેરાત કરી છે.
વર્તમાન સમયમાં અંધશ્રદ્ધા એક કેટલાક સમાજ તેમજ વિસ્તારોમાં અત્યંત સંવેદનશીલ અને પડકારજનક છે. નરબલી કરનાર આરોપીને પકડવા માટે પોલીસ દળના અધિકારીઓ દિવસ-રાત જહેમત ઉઠાવી રહ્યા છે. પોલીસ ટીમને પ્રોત્સાહન આપવા માટે આ ઇનામની જાહેરાત કરવામાં આવી છે, જેથી તેઓ વધુ ઉત્સાહ અને મનોબળ સાથે આ કામગીરીને સફળતા સુધી પહોંચાડી શકે.
આ નિર્ણયથી પોલીસ દળમાં નવી ઉર્જા અને વિશ્વાસ વધશે તેમજ ગંભીર ગુનાઓ સામેની કામગીરીમાં વધુ તીવ્રતા આવશે તેવી આશા પણ છે.