નર્મદા ડેમની સપાટી 135.94 મીટર સુધી પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી 4 લાખ ક્યૂસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. આ કારણે સિઝનમાં પહેલીવાર ડેમના 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 27 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. હાલ નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.
નર્મદા ડેમને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો
રંગબે રંગી લાઇટિંગ દ્વારા નવા નીરના વધામણાં કરવામાં આવ્યા છે. સરદાર સરોવરને લાઈટીંગ શણગારવામાં આવ્યો હતો. વિવિધ રંગોની લાઈટથી ડેમ મનમોહક લાગી રહ્યો છે. ડેમના પાણી પર તિરંગા રંગથી રંગવામાં આવ્યો છે. સરદાર સરોવર ડેમને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. ડેમના સુંદર નજારાને માણવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી છે.
પ્રવાસીઓ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા
નર્મદા ડેમના મેનેજમેન્ટે પ્રવાસીઓ માટે સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત બનાવી છે. આ ઉપરાંત ડેમના નજારો માણવા આવતા લોકો માટે સાંજના સમયે ડેમ પર લાઈટિંગ જોવા માટે ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે.