logo-img
Gujarat Gorvenment Scheme Cm Relief Fund

મુખ્યમંત્રી રાહતફંડ યોજના : CM ના રાહતફંડમાંથી મળશે ગંભીર બીમારીથી લઈને ઓપરેશન સુધીનો ખર્ચ, જાણો કેવી રીતે

મુખ્યમંત્રી રાહતફંડ યોજના
Published by: Offbeat Team
| Last Updated: Sep 06, 2025, 12:02 PM IST

કીડની, હ્રદય, કેન્સર, લીવરના રોગની સારવાર, ઓપરેશનના ખર્ચને પહોંચી વળવા માટે મુખ્યમંત્રીના રાહતફંડમાંથી સરકારે નક્કી કરેલ જે-તે હોસ્પિટલના નામે પેનલ દ્વારા નક્કી કરેલ નિયમાનુસાર રકમ ચેક આપવામાં આવે છે.

ઉપરોક્ત રોગ ધરાવતા દર્દી પાસે જો મુખ્યમંત્રી માં અમૃતમ/વાત્સલ્ય યોજના અથવા પ્રધાનમંત્રી આરોગ્ય યોજના કાર્ડ (આયુષ્યમાન કાર્ડ) હોય પરંતુ સારવાર માટેની રકમનો અંદાજ 5 લાખ થી વધુ હોઈ તો મુખ્યમંત્રી રાહતફંડમાં સહાય માટે અરજી કરી શકાય છે.

કોણ અરજી કરી શકે?

આવેદન કરનાર ની પારિવારિક વાર્ષિક આવક 1,15,000 થી ઓછી હોવી જોઈએ.

દર્દીને હોસ્પિટલ ધ્વારા આપેલ અંદાજ મુજબ ઓપરેશન ખર્ચ ચૂકવેલ ના હોવો જોઈએ કે ઓપરેશન આવેદન આપવા પહેલા કરાવવું જોઈએ નહિ.

આવેદન કરનાર કુટુંબ ના કોઈ પણ સભ્ય નોકરી કે વ્યવસાય કે પેન્શનના ભાગરૂપે રિએમ્બર્ન્મેન્ટ (ખર્ચ સરભર) નો લાભ મેળવતા ના હોવા જોઈએ અથવા કોઈપણ પ્રકારના વીમાના રક્ષાન હેઠળ વળતર નો લાભ લીધેલ ના હોવો જોઈએ.

દર્દીએ સારવાર/ઓપરેશન માટે અગાઉ મુખ્યમંત્રીના રાહતફંડ માં આગાઉ અરજી કરેલ ના હોવી જોઈએ.

જે-તે રોગની સારવાર/ઓપરેશન માટે સરકારે નિયુક્ત કરેલ હોસ્પિટલો

હ્રદયના ઓપરેશન માટે માન્ય હોસ્પિટલ

  • યુ.એન.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ

  • શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ, એલિસબ્રિજ, અમદાવાદ

  • ધરમસિંહ દેસાઈ મેમોરીયલ મેથોદીસ્ક ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી, મિશન રોડ, નડીયાદ

  • શ્રી બી.ડી. મહેતા મહાવીર હાર્ટ ઈન્સ્ટીટ્યુટ, શ્રી મહાવીર હેલ્થ કેમ્પસ, અઠવાગેટ, રીંગરોડ, સુરત

  • ઈ.એમ.ચેરીટેબલ સંચાલિત પી.પી.સવાણી હાર્ટ ઈન્સ્ટીટ્યુટ, પ્લોટ નં-1 થી 8, સિદ્ધકુટીર ઈન્ડ એસ્ટેટ, ચોથો માળ, સિદ્ધકુટીર મંદિર ની બાજુમાં વરાછા ફાયર બ્રિગેડની સામે, વરાછા રોડ, સુરત.

કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે માન્ય હોસ્પિટલ

  • ઈન્સ્ટીટયુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ

  • મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ, ડો વીરેન્દ્ર દેસાઈ રોડ, નડીયાદ

  • કેન્સર રોગની સારવાર માટે માન્ય હોસ્પિટલ

  • ધી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટયુટ (એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ), સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ

  • રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટીટ્યુટ, 14 તિરુપતિ નગર, નિર્મલા કોન્વેન્ત ની સામે, રાજકોટ

જરૂરી ડોક્યુમેન્ટ

દર્દી અથવા તેના પરિવારની આવક દર્શાવતો મામલતદાર નો દાખલો

ધારાસભ્યની ભલામણ ચિઠ્ઠી

દર્દી ધ્વારા મુખ્યમંત્રીને અરજી

ઓ.પો.ડી કેસ ની ઝેરોક્ષ

રેશનકાર્ડ ની ઝેરોક્ષ

સારવાર નો અંદાજીત ખર્ચ નો લેટર (હોસ્પિટલ ધ્વારા)

50રુ. ના સ્ટેમ્પ પર સોગંધ નામું

ઓપરેશન બાકી છે તેવું ડોકટરનું સર્ટીફીકેટ (અસલ)

અથવા

ઈમરજન્સીમાં ઓપરેશન થયેલ હોય તો ઈમરજન્સીમાં ઓપરેશન થયું છે તેવું ડોક્ટરનું સર્ટીફીકેટ (અસલ)

દરેક પુરાવાઓ ને ભેગા કરી જો નકલ માંગી હોઈ તો નોટરીના સિક્કા મારવી મુખ્યમંત્રીનું કાર્યાલય, ગાંધી નગર, સરદાર પટેલ ભવન ખાતે પોસ્ટ દ્વારા મોકલવું. અરજી મંજુર કે ના મંજુરનો જવાબ આપને 10 દિવસ સુધીમાં મળી જશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now