ભરૂચના વાલિયામાં વટારીયા ગામ પાસે આવેલા એક ફાર્મહાઉસ પર પોલીસે દરોડો પાડી 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કોંગ્રેસના પૂર્વ ઝઘડિયા વિધાનસભા ઉમેદવાર રહી ચૂકેલા ફતેસિંગ વસાવા સહિત 6 વ્યક્તિઓને દબોચી લીધા છે
₹3.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
LCB PSI આર.કે. ટોરાણી તથા હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત પટેલ, ધનંજયસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા દરોડો પાડ્યો હતો. ત્યારે ફતેસિંગ વસાવા પોતાના ફાર્મહાઉસમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ₹3.23 લાખ, ચાર મોબાઇલ ફોન અને એક ફોર વ્હીલર સહિત કુલ ₹10.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલા જુગારીઓમાં મુખ્ય સૂત્રધાર
ફતેસિંગ ચીમન વસાવા (અંકલેશ્વર કોસમડીના સરગમ રેસિડેન્સી)
મુકેશ શંકર ભોઈ
જસપાલસિંગ નેહાલસિંગ સિકલીગર
મેહુલકુમાર ભૂરા પ્રસાદ દવે
અન્ય એક સામેલ
એક જુગારી ઘટનાસ્થળેથી ફરાર થવામાં સફળ
નેતાજી બન્યા જુગારી!
આપને જણાવીએ કે, ઝડપાયેલા જુગારી આરોપીઓમાં એક એસ.આર.પી. ગ્રુપ રૂપનગરનો એક પોલીસ કર્મી પણ સામેલ છે. ફતેસિંગ વસાવા અગાઉ ઝઘડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં પણ ઉતર્યા હતા.