યાત્રાધામ પાવાગઢમાં ગુડ્સ રોપ વેનો વાયર તૂટતા 6 લોકોનાં મોત થયા છે. ત્યારે સમગ્ર મામલે હવે સરકારે તપાસના આદેશ આપ્યા છે. પ્રવકતામંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ''થોડા સમય પહેલા મળેલા સમચાર મુજબ બે રોપ વે છે, ત્યારે એક દર્શનાર્થી માટે અને બીજી માલસામાન માટેની રોપ વે છે. જેમાં માલસામાન લઈ જતી રોપ વેની દુર્ઘટના સર્જાઈ છે. ત્યારે કલેક્ટર કક્ષાએ તપાસના આદેશ આપ્યા છે''.
સરકારે તપાસના આદેશ આપ્યા
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, પાવાગઢ રોપ-વે દુર્ઘટના અંગે તપાસ કમિટી બનશે તેમજ જીલ્લા કલેકટર - તજજ્ઞોની કમિટી બનાવશે ત્યારબાદ કમિટીનો પ્રાથમિક રીપોર્ટ સરકારને આપશે'
રોપ વેનો કેબલ તુપતા 6ના મોત
અત્રે જણાવીએ કે, પાવાગઢ ખાતે ચાલી રહેલા બાંધકામના માલસામાનને લાવવા-લઈ જવા માટે તૈયાર કરવામાં આવેલી ગુડ્ઝ રોપ વે તૂટી પડ્યાની ઘટના સામે આવી છે. જે ગુડ્ઝ રોપ વે તૂટી પડતા 6ના મોત થયાની વિગતો સામે આવી છે.
મૃતકોના નામ
અન્નાજી ઉર્ફે ભૈરવલાલ રતિલાલ જાટ (રહે. ગીતાવાસ, રાજસ્થાન)
મહમદ અનવર મહમદ શરીફખાન (રહે. ડાંગરી રાજૌરી, જમ્મુ-કાશ્મીર - રોપવે ઓપરેટર)
બળવંદસિંહ ધનીરામ (રહે. કલાલકાસ રાજૌરી, જમ્મુ-કાશ્મીર - રોપવે ઓપરેટર)
દિલિપસિંહ નવલસિંહ કોળી (મંદિર સિક્યુરિટી)
હિતેષભાઈ હસમુખભાઈ બારીયા (રહે. જૂની બોડેલી)
સુરેશભાઈ રાયજીભાઈ માળી (ફુલના વેપારી)
2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો તેમજ 2 અન્યના મોત
અત્રે જણાવીએ કે, મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ગુડ્ઝ રોપ વેનો પાવાગઢથી નિજ મંદિર સુધી બાંધકામની સાધન સામગ્રી લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો.