logo-img
Food And Drugs Department Raids In Banaskantha 55 Tonnes Of Adulterated Ghee Seized

બનાસકાંઠાના ચંડીસરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો દરોડો : રૂ. 35 લાખની કિંમતનું 5.5 ટન ભેળસેળિયું ઘી જપ્ત

બનાસકાંઠાના ચંડીસરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો દરોડો
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 06, 2025, 06:48 PM IST

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બનાસકાંઠાના ચંડીસરમાં આવેલ શ્રી સેલ્સ નામની પેઢી પર દરોડો પાડી રૂ. 35 લાખની વધુની કિંમતનો 5.5 ટન જેટલો ભેળસેળિયા ઘીનો જથ્થો જપ્ત કરી કાનૂની કાર્યવાહી કરી હતી.ઘીના નમુના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેના રીપોર્ટના આધારે આગળ વધુ કાર્યવાહી સંભવ છે. ગત જુન માસમાં પણ આજ સ્થળે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડી 650 કિ.લોથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો.

પામ ઓઇલના ખાલી બોક્સ મળ્યા



જુન માસ માં કરવામાં આવેલી રેડ બાદ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો દ્વારા શ્રી સેલ્સ નામની પેઢી પર વોચ રાખવામાં અવી રહી હતી. વધુ એકવાર ભેળસેળિયા ઘીનો મોટો જથ્થો હોવાની ચોક્કસ માહિતી બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની ટીમો દ્વારા દરોડો પાડી ગોડાઉનની તપાસ કરતાં “ગુમર બ્રાન્ડ” ઘીના 15 કિ.લોના 124 ટીન અને લેબલ વગરના ધી ના 15 કિ.લો પેક ટીનનો 232 નંગનો શંકાસ્પદ જથ્થો જોવા મળ્યો હતો. જેમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે ઘીના 2 નમુનાઓ ચકાસણી અર્થે લઈ બાકીનો આશરે 5.5 ટનનો જથ્થો સીઝ કર્યું જેની અંદાજીત કિમત રૂ. 35 લાખ કરતાં વધારે થાય છે. ત્યારબાદ ઉત્પાદક પેઢી શ્રી સેલ્સની તપાસ કરતાં ત્યાં ઘી કે અન્ય કોઈ રો-મટીરિયલ્સ નો કોઈ જથ્થો માલૂમ પડેલ ન હતો. ઉત્પાદક સ્થળે પામ ઓઇલના ખાલી બોક્સનો જથ્થો હાજર જોવા મળ્યો હતો. આથી, ઉક્ત ઘીમાં પામ ઓઇલની ભેળસેળ કર્યા હોવાની પ્રબળ આશંકા ના આધારે ઉક્ત નિયમોનુસારની કાર્યવાહી ખોરાક અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે હોવાનું કમિશ્નર એચ જી કોશિયાએ જણાવ્યું હતું.



જુનમાં 3.5 લાખની કિંમતનું 650 કિલો શંકાસ્પદ ઘી કબજે કર્યું હતું

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બનાસકાંઠા વર્તુળ કચેરી દ્વારા જૂન- 2025 દરમિયાન ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની પેઢી ખાતેથી ભેળસેળ યુક્ત ઘીની રેડ કરી આશરે 3.5 લાખથી વધુની કિંમતનો 650 કિ.લોથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મુખ્ય મથક દ્વારા ઉક્ત વેપારી પર ચાંપતી નજર રાખવામાં આવતા આજ વેપારી દ્વારા ઘી બનાવી લાયસન્‍સ વગર ના ચંડીસર જી.આઇ.ડી.સી એરીયાના પ્લોટ નં.101માં આવેલ ખાનગી જગ્યાના ગોડાઉન પર તા. 05 સપ્ટેમ્બર 2025ના રોજ વહેલી સવારે આકસ્મિક રેડ કરવામાં આવી હતી.



ઓગસ્ટ માસમાં 10 દરોડા,1.8 કરોડનો જથ્થો જપ્ત

વધુમાં કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, ગત ઓગસ્ટ માસ દરમ્યાન રાજ્યમાં અલગ અલગ 10 જગ્યાએ રેડ કરી 28 નમુના લેવામાં આવ્યા હતા . આ નમૂના પૈકી અંદાજિત 46 ટન જેટલો શંકાસ્પદ ખાદ્યપદાર્થ કે જેની કિંમત આશરે રૂ. 1.8 કરોડ થાય છે તે જપ્ત કરવામાં આવ્યો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now